મુન્દ્રાના વડાલા સ્ટીલ કંપનીમાં 3 દિવસ અગાઉ બનેલી દુર્ધટના મામલે અંતે કંપનીના સેફટી હેડ તથા તપાસમાં જે નિકળી તેની સામે બેદરકારી અને અંગત સ્વાર્થ માટે કામદારોના જીવ જોખમ મુકવા સબબ ફરીયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ જાતે ફરીયાદી બની
કચ્છમાં ઓદ્યોગીક વિકાસ સાથે કંપનીઓમાં બેદરકારીથી કામદારોના મોતના મામલા ગંભીર રીતે વધી રહ્યા છે તે વચ્ચે મુન્દ્રાના વડાલા સ્થિત નિલકંઠ સ્ટીલ કંપનીમાં 13 તારીખે બનેલી ધટનાનો પણ તેમાં ઉમેરો થયો હતો. કોઇપણ સેફ્ટી સાધનો વગર બેદરકારી દાખવી 19 કામદારોના જીવ જોખમમાં મુકનાર કંપની સામે અંતે ફરીયાદ દાખલ થઇ છે. 13 તારીખે સાંજે 50 ફુટ ઉંચા માચડા પર કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે જ તે તુટી પડતા કામદારો નિચે પટકાયા હતા જેમાં 1 મહિલાનુ મોત થયુ હતુ જ્યારે અન્ય 18 કામદારો ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે ગાંધીધામ-આદિપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જો કે વગદાર કંપની સામે ફરીયાદ થશે કે નહી અને યોગ્ય તપાસ થશે કે નહી તેવી ચર્ચાઓ વચ્ચે પોલીસે ગંભીર કલમો તળે કંપનીના જવાબદાર સેફ્ટી ઓફીસર તથા તપાસમાં જે નિકળે તેની સામે સરકારની કોઇ પરવાગની વગર મજુરાના જીવનુ જોખમ હોવાનુ જાણતા હોવા છંતા સેફ્ટી વગર કામ કરાવા બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે, જેમાં ખુદ મુન્દ્રા મરીન પોલીસ મથકના પીએસઆઇ નિર્મલસિહં જાડેજા ફરીયાદી બન્યા છે. કચ્છમાં અગાઉ પણ કંપનીની બેદરકારીથી મોતના અનેક મામલાઓ સામે આવ્યા છે. પંરતુ આ વખતે પોલીસે કડક હાથે કામ લીધુ છે. બનાવ સમયે પણ કંપની દ્રારા પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થયા હતા જો કે પોલીસે 3 દિવસની તપાસ બાદ અંતે જવાબદાર તથા તપાસમાં બેદરકારી અંગે જો દોષીતો નિકળે તેની સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણે ઘરની ધોરાજી, કંપનીની ગંભીર બેદરકારી
આમતો પ્રથમથીજ આ મામલે કંપનીની બેદરકારી હોવાનો સવાલો ધટના બાદ ઉઠી રહ્યા હતા જો કે સામાન્ય આવા અકસ્માતના કિસ્સામાં યોગ્ય તપાસ થતી નથી તેવુ અત્યાર સુધીના કિસ્સા પરથી ચિત્ર ઉપસી રહ્યુ છે. જો કે તે વચ્ચે મુન્દ્રા સ્થિતી નિલકંઠ સ્ટીલમાં બનેલી ધટનામાં યોગ્ય તપાસ થશે કે નહી તે સવાલો ઉઠી રહ્યા હતા તે વચ્ચે પોલીસે બનાવની પ્રાથમીક તપાસ અને વિવિધ અભીપ્રાયો મેળવતા તેમા સ્પષ્ટ થયુ છે કે કંપનીએ કોઇપણ સેફ્ટી સાધનો વગર કામદારોને કામે લગાડ્યા હતા અને ગંભીર અકસ્માતની જાણ છંતા કંપનીએ અંગત ફાયદા માટે 19 કામદારોનો જીવ જોખમમાં મુક્યો હતો.જેમાંથી એકનુ મોત પણ થયુ હતુ એફ.એસ.એલ અભિપ્રાયમાં પણ સ્પષ્ટ થયુ છે. કે કામદારોની સુરક્ષાનુ કોઇ ધ્યાન લેવાયુ નથી અને ભયયુક્ત વાતાવરણમાં કામદારો આ કંપનીમા કામ કરી રહ્યા છે.સાથે જે કામ થઇ રહ્યુ હતુ તેની મંજુરી પણ કંપની દ્રારા લેવાઇ ન હોવાનુ પોલીસ તપાસમા સામે આવ્યુ છે. સાથે મજુરોની માહિતી પણ અપાઇ નથી