શનિવારે પોલીસ મથકના બાથરૂમમાં એક યુવકે આપધાત કરતા ભારે દોડધામ જો કે પોલીસે કહ્યુ કસ્ટડીમાં ન હતો યુવકના મોત અંગે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ બીજી તરફ પરિવારે ગંભીર આક્ષેપો સાથે મૃત્દેહ ન સ્વીકારતા ધર્ષણ સર્જાયુ
પોલીસ સ્ટેશનની અંદર જ આપધાતનો બનાવ સામે આવતા ભારે ચકચાર સર્જાઇ હતી. બનાવ માનકુવા પોલીસ મથકે શનિવારે સવારે બન્યો હતો જ્યારે મુળ મુન્દ્રાના ટપ્પર ગામના 35 વર્ષીય યુવાનને બે કોલી સમાજના લોકો ઘરમાં ધુસી જવાની ફરીયાદ સાથે માનકુવા પોલીસ મથકે લાવ્યા હતા પરંતુ તે દરમ્યાન યુવકે પોલીસ મથકના બાથરૂમમાં આપધાત કરી લેતા ભારે ચરચાર સર્જાઇ હતી. અને સમાજ-પરિવારના લોકો વચ્ચે ધર્ષણ પણ ઉભુ થયુ હતુ મૃત્કની બહેન મુસ્કાને આરોપ લગાવ્યા હતા કે પોલીસ મથકેથી તેના ભાઇએ આપધાત કર્યા અંગેનો ફોન આવ્યા બાદ પોલીસે મૃત્દેહ જોવા સહિત પરિવારને અટકાવ્યો અને પુરી નાંખ્યા હતા. જેથી જે જવાબદાર પોલીસ હોય તેની સામે કાર્યવાહી થવી જોઇએ વિગતે વાત કરીએ તો માનકુવા પોલીસ મથકના બાથરૂમમા એક યુવક વેલાજી કાસમ કોલીને આપધાત કર્યો હતો સવારે માનકુવાના અશોક કોલી,હરજી કોલી તેને પોલીસ મથકે લાવ્યા હતા. જો કે પોલીસ કોઇ કાર્યવાહી કે તપાસ કરે તે પહેલાજ 9 વાગ્યાના અરસામાં યુવક બાથરૂમ જવાનુ કહી તેના ફુંવારામાં પોતાના ટીસર્ટ વડે લટકી ગયો હતો. કાઇક અજુગતુ થયુ હોવાની પામી જતા પોલીસે સમાજના લોકોને બોલાવી તપાસ કરતા યુવકે ગળફાંસો ખાઇ આપધાત કર્યો હોવાનુ સામે આવ્યુ હતુ જે બાદ પરિવારે આક્રદ સાથે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા એક સમયે મામલો ગરમ બનતા પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. જો કે પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરિવારે વિરોધ કરતા કાયદો વ્યવસ્થા જાળવવા સાથે પોલીસે અટકાયતી પગલા લઇ કાર્યવાહી ચાલુ રાખી હતી. જો કે બાદમા મામલો શાંત કરી મૃત્દેહને પી.એમ માટે ખસેડ્યો હતો. જ્યા પણ પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જો કે પોલીસે આ સમગ્ર મામલે યુવક કસ્ટડીમા ન હોવાનુ કહી સમાજના આગેવાનો લાવ્યા હોવાનુ કહ્યુ હતુ. બનાવ સ્થળે તપાસ બાદ વિગત આપતા નખત્રાણાના નાયબ પોલીસ અધિક્ષક ભગોરાએ સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી અને અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનુ જણાવ્યુ હતુ મૃત્ક ગાડી ચલાવવાનુ કામ કરતો હોવાનુ પરિવારે જણાવ્યુ હતુ સાથે નીચેથી ઉપર કઇ રીતે પહોચ્યો તે સવાલો સાથે પોલીસ કામગીરી સામે આક્ષેપ કર્યા હતા. પોલીસ મોત અંગે તપાસ કરશે આત્મહત્યાના બનાવને લઇ સમાજ-પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. ચોક્કસ યુવક પોલીસ કસ્ટડીમાં ન હતો તેવો પોલીસનો બચાવ છે. પરંતુ પોલીસ સ્ટેશનની અંદર જ આપધાતના બનાવે ભારે ચકચાર સાથે પોલીસ પર સવાલો ઉભા કર્યા છે. ત્યારે જોવુ રહ્યુ કે પોલીસ તપાસમાં શુ ખુલે છે. અને પોલીસ કાર્યવાહી વચ્ચે પરિવાર મૃત્દેહ સ્વીકારે છે. કે નહી જો કે પોલીસ સ્ટેશનની અંદર આપધાતના બનાવની ચર્ચા દિવસભર કચ્છમા અને ખાસ પોલીસ બેડામાં જોવા મળી હતી.