બને બાળકો સોમવારે બપોર પછી ઘેર થી નીકળી ગયા હતા. બાદમા સ્થાનીક લોકોએ શોધખોળ કરતા બન્ને બાળકોના મૃત્દેહ પાણીના ખાડામાંથી મળી આવ્યા હતા. અગ્રણીઓ મુન્દ્રા જનરલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.
મુન્દ્રાના સુખપર વાસમાં રહેતા બે બાળકોના ડુબી જવાથી મોત થયા છે. મંગળવારે સવારે ગુમ થયેલા બન્ને બાળકોના મૃત્દેહ સુખપર વાસ ની પાછળ આવેલ ભૂખી નદીના પાણી ભરેલા ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા પ્રાથમીક તપાસમાં ડૂબી જતા બન્ને મ્રુત્યુ પામ્યા હોવાનુ સામે આવ્યુ હતુ. ધટનાએ મુન્દ્રા પંથકમાં ભારે ચકચાર સર્જી હતી.બનાવની વધુ મળતી વિગતો આપતા આ વિસ્તારના અગ્રણીએ જણાવ્યુ હતુ. કે તારીક અનવર સોતા ઉંમર 13 અને રઝાક ઇબ્રાહિમ જુણેજા ઉંમર 11 સોમવારે બપોરે પોતાના ઘેર થી નીકળી ગયા હતા બાદમાં રાત્રિ સુધી પરત ન આવતા સુખપર વાસના લોકો અને પરિવારજનો એ બન્ને બાળકોની શોધખોળ હાથ ધરી હતી.સુખપર વાસ ના જ પટેલ સલીમભાઈ એ જણાવ્યું હતું કે આ બને બાળકો ગુમ થયા બાદ આ વિસ્તારના તમામ આગેવાનો અલગ-અલગ વિસ્તારો માં શોધવા નીકળ્યા હતા અને આજે વહેલી સવારે સુખપર વાસની પાછળ આવેલ ભૂખી નદીના વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં એક બાળકની તરતી લાશ મળી આવી હતી અને બીજા બાળક ને પાણી અંદરથી તરવૈયા એ શોધી બહાર કાઢ્યો હતો..જમાતના પ્રમુખ એ જણાવ્યું હતું કે હતભાગી તારીક 13વર્ષ નો હતો ધોરણ આઠ માં આભ્યાસ કરતો હતો અને મા બાપનો એક નો એક દીકરો હતો. જ્યારે બીજો હતભાગી રઝાક જુણેજા 11વર્ષ નો હતો ધોરણ એક માં અભ્યાસ કરતો હતો શોધખોળ દરમ્યાન સુખપરવાસ ની પાછળ ડૂબેલા બાળકોના મૃત્દેહ અબ્દુલ સમેજા નામના યુવાનને મળી આવ્યા બાદ અગ્રણીઓને જાણ કરાતા મૃત્દેહ સરકારી હોસ્પિટલમાં લવાયા હતા જ્યા મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો એકઠા થયા હતા અને ધટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.ધટના બાદ આક્રોશ સાથે અગ્રણીએ જણાવ્યુ હતુ કે જે વરસાદી ખાડા માં બાળકો ડૂબ્યા છે ત્યાં રેતી ચોરીકરી મસ મોટા ખાડા ખોદવા માં આવ્યા છે જો આ વિસ્તાર માં રેતી ચોરી બંધ નહીં થાય તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરીશુ બનાવ બાદ આ વિસ્તારના અગ્રણીઓ લાલુભા પરમાર અને રોશનભાઈ સહિતના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારજનો ને સાંત્વના આપવા સાથે ઝડપી કાર્યવાહી માટે જહેમત ઉઠાવી હતી બનાવ સંદર્ભે મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાંજ વિવિધ વિસ્તારોમાં ડુબવાના બનાવો વધ્યા બાદ તંત્રએ પાણી ભરેલી જોખમી જગ્યાએ જવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ તો મુક્યુ છે પરંતુ લોકો આવા સ્થળે પહોંચે નહી તેની દેખરેખ માટે કોઇ વ્યવસ્થા નથી તો અન્ય વાલિઓ માટે પણ આ કિસ્સો ચિંતાજનક છે અને જ્યા આસપાસ પાણી હોય ત્યા બાળકો રમવા ન જાય તે માટે વાલીઓ પણ જાગૃત બને તે જરૂરી છે.