કચ્છમાં હત્યા જાણે સામાન્ય વાત થઇ ગઇ છે તેમ છેલ્લા 3 દિવસથી સતત કચ્છના અલગ-અલગ વિસ્તારમા હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. જો કે આજે અંજારમાં થયેલી હત્યાએ તો જાણે કાયદાના લીરેલીરા ઉડાડ્યા હતા. ભરબજારમાં છરી મારી થયેલી આ હત્યા લોકોએ નરી આંખે નિહાળી. પોલીસે આરોપી રાઉન્ડ અપ કર્યો
કચ્છમાં નજીવી બાબતે હત્યાના બનાવો છેલ્લા 3 દિવસમાં ચાર સામે આવ્યા છે. પહેલા ગાંધીધામમા પતા રમવાની બાબતે થયેલા ઝધડામા એક યુવાનની હત્યા અને તેજ દિવસે માધાપરમાં ભાઇના હાથે ભાઇની હત્યાનો મામલો સામે આવ્યો હતો. તો અંજારમાં ગઇકાલે જ એક શ્રમીકની હત્યાનો મામલો સામે આવ્યો હતો જ્યા બીજી તરફ ભુજમાં એરફોર્સ સામે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેની તપાસમાં પણ મોબાઇલ માટે યુવકની હત્યા થઇ હોવાનુ સામે આવ્યુ હતુ આ બનાવોની તપાસ હજુ પુર્ણ થઇ નથી ત્યા ફરી એક હત્યાની ધટના સામે આવી છે. અંજારમાં જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઇ હતી સોસીયલ મીડિયામાં ધટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં એક યુવક હાથમાં મોટા છરા સાથે એક વ્યક્તિ પર તુટી પડે છે જેને છોડાવવા માટે એક વ્યક્તિ વચ્ચે પડે છે પરંતુ યુવકનુ ધટનામાં મોત થઇ જાય છે. બનાવ અંજારના લોહારચોક વિસ્તાર, મુખ્ય બજારમાં બન્યો હતો. અંજાર પોલીસ મથકના એ.આર.ગોહીલે વિગતો આપતા જણાવ્યુ હતુ કે દેવીપુજક સમાજના બે વ્યક્તિઓ વચ્ચે આજે પૈસાની લેતીદેતી મામલે ઝધડો થયા બાદ હત્યાનો બનાવ બન્યો હતો પ્રાથમીક તપાસમા બન્ને સાથેજ હતા પરંતુ ઝધડો થયા બાદ છરી વડી હત્યાને અંજામ અપાયો હતો. પોલીસે હાલ હત્યા કરનાર આરોપીને રાઉન્ડઅપ કરી લીધો છે.અંજારમાં ગઇકાલે પણ એક શ્રમીકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે અંજારમાં સતત બીજા દિવસે હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે.હત્યાનો લાઇવ વિડીયો સોસીયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.