Home Current સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની સેવા સમાપ્ત, જાડેજાને હવાલો સોંપાયો

સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની સેવા સમાપ્ત, જાડેજાને હવાલો સોંપાયો

5031
SHARE
લાંબા સમયથી સેવા આપતા કલ્પેશ ગોસ્વામી કચ્છના મહત્વના કેસો ઉપરાંત અનેક મહત્વના વિભાગમાં સરકાર તરફી કેસો લડતા હતા જો કે અચાનક સેવા સમાપ્તીનુ જાહેરનામનુ બહાર પડાયુ હતુ.
ગુજરાત સરકાર કાયદા વિભાગ તરફથી એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી કચ્છમાં સરકારી વકીલ ડીજીપી તરીકે લાંબા સમયથી સેવા આપતા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. તા.૩૦/૦૬/૨૦૨૩ના રોજ શ્રી કે. સી. ગોસ્વામીની નિમણૂકની મુદ્દત પૂર્ણ થઇ હતી ત્યાર બાદ પણ તેમની સેવાઓ ચાલુ રહી હતી. જો કે આજે ગુજરાત સરકાર દ્વારા, કચ્છ જિલ્લાના જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સેવાઓ સમાપ્ત કરવાનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. તેમના સ્થાને હાલ કોઇ નવી નિમણુંક અથવા કલ્પેશ ગોસ્વામીની મુદ્દત ન લંબાવી તેમના સ્થાને એચ.બી.જાડેજા, મદદનીશ સરકારી વકીલ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરને કચ્છ જિલ્લાના જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.કલ્પેશ ગોસ્વામી લાંબા સમયથી કચ્છના મુખ્ય સરકારી વકિલ સાથે વિવિધ મહત્વના કેસની સાથે વિવિધ મહત્વના હોદ્દા પર સરકારમાં સેવા આપતા હતા જો કે વકિલ આલમમાં તેમની આ સેવા સમાપ્તીને લઇને ચર્ચાઓ શરૂ છે. સરકારની ગુડબુકમાં સામેલ સરકારી વકિલ કલ્પેશ ગોસ્વામી આગામી સમયમાં ફરી આ જગ્યા માટે ફરી નિયુક્ત થાય છે. કે અન્ય કોઇ મોટી જવાબદારી તેમને મળે છે તે જોવુ રહ્યુ પરંતુ હાલ જુન મહિનામા મુદ્દત પુર્ણ થયા બાદ સરકારે તેમની સેવા સમાપ્તી અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. જાણકાર વર્તૃળોમા આ સમાચારે ભારે ચર્ચા જગાવી છે.