ભુજમાં મોડી રાત્રે રાજગોર યુવાન પર થયેલા હુમલાએ દહેશતનો માહોલ સર્જ્યો હતો ભુજના સરપટ નાકા પાસે આવેલા નાગનાથ મંદિર પાસે બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને ભુજની અદાણી જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો બુધવારે પરશુરામ જ્યંતિની શોભાયાત્રામાં ભાગ લઈને પોતાને ઘેર પરત ફરેલા 30 વર્ષીય પ્રકાશ શાંતિલાલ રાજગોર ઉર્ફે (ભીખો) ઉપર તેના રહેણાંક વિસ્તારમાંજ અચાનક ધસી આવેલા 4 થી 6 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો અને ગળા સહિતના ભાગ પર તીક્ષણ હથિયારોના ઘા ઝીક્યા હતા આ હુમલા બાદ હુમલાખોરો નાશી છૂટ્યા હતા અત્યંત ગંભીર પણે ઘવાયેલા પ્રકાશને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો આ ઘટના બાદ તરેહ તરેહની અફવાઓએ પણ જોર પકડ્યું હતું હોસ્પિટલ મધ્યે રાજગોર સમાજના લોકો પણ દોડી આવ્યા હતા આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા, ડી.વાય.એસ.પી સહિત LCB, SOG સહિતના અધિકારીઓ હોસ્પિટલ દોડી જઈને સમગ્ર ઘટનાનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. બીજીતરફ અફવા અને ચર્ચા વચ્ચે પોલીસ દ્વારા બંદોબસ્તના ભાગરૂપે સરપટ ગેટ સહિત હોસ્પિટલ મધ્યે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે મળતી માહિતી મુજબ બે માસ અગાઉ થયેલા ડખ્ખા બાદની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે જયારે 4 થી 6 જેટલા હુમલાખોરોમાં હજુ કોઈ નામ સામે આવ્યા નથી પરંતુ સમા અટક સાથે સંકળાયેલા મુસ્લિમ યુવાનો દ્વારા આ હુમલો કરાયો હોવાનું હોસ્પિટલ મધ્યે ચર્ચાતું હતું ઘાયલ પ્રકાશને ગળાના ભાગે ગંભીર ઇજા હોતા તે સ્વસ્થ થયા બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે રાત્રે 3 વાગ્યે પોલીસે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ સાથે 4 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કર્યા હોવાનું જાણવા મળ્યું છે