સ્થાનીક સરપંચથી લઇ અનેક ગ્રામજનો દ્વારા ખીરસરા (વિઝાંણ) ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરીયાદ કરાયા બાદ અંતે પશ્ચિમ કચ્છ SOGએ ખનીજ ચોરી પર તવાઇ બોલાવી છે પ.કચ્છ SOG એ 21 તારીખે મધ રાત્રીના ત્યાં દરોડો પાડ્યો હતો જેમા (1)અનીશ ઓસમાણ હાલેપોત્રા (2)અબ્દુલ ઉંમર ત્રાયા (3) હંસરાજ બિસવેશ્વરસિંગ ઠાકુર (4) કિશન કુમાર નંદકિશોર યાદવને ગેરકાયદેસર બેન્ટોનાઈટ ખનીજનુ ખનન કરતા ઝડપી પાડ્યા હતા તપાસ એજન્સીએ તેમની પાસેથી દુશન કંપનીનું મશીન એક કાર સહિત 25.14 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે અને વધુ તપાસ માટે કોઠારા પોલિસને સોંપી ખાણ ખનીજ વિભાગને જાણ કરી છે પ્રાથમીક તપાસમા લાંબા સમયથી અહી ખનીજની ચોરી કરાતી હતી
હવે શુ કરશે ખાણ ખનીજ વિભાગ તપાસ ?
આ વિસ્તારના સ્થાનીક આગેવાનો દ્વારા અવારનવાર ખાણ ખનીજ વિભાગ સહિતના સંલગ્ન ત્રંતને પણ ખનીજ ચોરી અંગે પુરાવા સાથે જાણ કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી પરંતુ પશ્ચિમ કચ્છ SOGએ ત્યા દરોડો પાડી ખનીજ ચોરીનું કારસ્તાન ઝડપ્યુ છે ત્યારે હવે જોવું એ મહત્વનુ રહેશે કે ખાણ ખનીજ વિભાગ લાંબા સમયથી ચાલતા ખનીજચોરીના મામલામાં કેટલાની ખનીજ ચોરી થઇ અને કોની કોની મદદથી આ કારસ્તાન કેટલા સમયથી ચાલતુ હતુ તે શોધી શકશે?
આ કાર્યવાહી પી.આઇ વી.કે ખાંટની SOGટીમના ઇન્દ્દસિંહ જાડેજા, ચમનસિંહ.મદનસિંહ સહિતના પોલિસ સ્ટાફે કરી હતી