ગાંધીધામાંથી યુવતીનુ લગ્નની લાલચે અપહરણ કરનાર અમદાવાદથી ઝડપાયો
ગાંધીધામના ચાવલાચોક નજીક રહેતા એક પરિવારની પુત્રીને લગ્નની લાલચે ભગાડી જનાર સરફરાઝ ઉસ્માન શેખ અંતે ઝડપાઇ ગયો છે. પોલિસને બાતમી મળતા ગાંધીધામ એ ડીવઝન પોલિસની ટીમ પી.આઇ બી.એસ.સુથારની આગેવાની હેઠળ અમદાવાદ ગઇ હતી અને ત્યાથી સરફરાઝ શેખ ઝડપાઇ ગયો હતો સરફરાઝ યુવતીને લગ્નની લાલચ સાથે બિહાર પટના,દિલ્હી અમદાવાદ અજમેર સહિતના સ્થળો પર લઇ ગયો હોવાની હકીકત બાદ પોલિસે તપાસ કરતા તે ભોગબનનાર સાથે અમદાવાદ હોવાથી બાતમી મળતા મુળ બિહારના આ સરફરાઝની પોલિસે ધરપકડ કરી છે. અને કોર્ટમાંથી તેના રીમાન્ડ મેળવી અપહરણના આ ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે.
નખત્રાણાના ભડલી નજીક લાખોનો દારૂ ઝડપાયો એક ઝડપાયો 2ના નામ ખુલ્યા
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નખત્રાણાના ભડલી ગામ નજીકથી લાખોનો દારૂ ઝડપ્યો છે. ગતરાત્રે મળેલી બાતમી આધારે પોલિસે વોંચ ગોઠવતા ભડલી ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક એક કારને રોકી હતી. જેમાં તપાસ કરતા દારૂ બીયરનો 1.37 લાખનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલિસે દારૂ અને કાર સહિત 6.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે બહાદુરસિંહ ખાનજી જાડેજાની ધરપકડ કરી છે. અને તેની તપાસમાં આ જથ્થો જીવુભા સાંગાજી જાડેજાને આપવા જતો હોવાનુ સામે આવ્યુ છે. તો અન્ય દિવાનસિંહ હેતુભા જાડેજાનુ નામ પણ દારૂની હેરાફેરીમાં સામે આવ્યુ છે. જેથી આગળની તપાસ નખત્રાણા પોલિસને સોંપવામાં આવી છે.
કિડાણામાં યુવાન એસીડ પી ગયો : મહિલા દાઝી
ગાંધીધામના કીડાણા ગામે એક યુવાને એસીડ પી જતા સારવાર માટે ભુજ ખસેડાયો છે. કવરરામ જગદીશ સીજુ ગઇકાલે રાત્રે એસીડ પી જતા તેને પ્રથમ રામબાગમાં સારવાર બાદ તેના બનેવી સારવાર માટે ભુજ લાવ્યા હતા. જો કે એસીડ પીવાનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી તો બીજી તરફ કિડાણા ગામેજ એક મહિલા પ્રાઈમસ પર રસોઇ બનાવતા દાઝી છે. પરિણીત મહિલા ગઇકાલે રસોઇ બનાવી રહી હતી ત્યારેજ દાઝી ગઇ હતી. તેનો પતિ તેને સારવાર માટે લઇ આવ્યો હતો પરિણીત મહિલાને સંતાનમાં બે પુત્રો છે. જો કે અકસ્માતની આ ઘટનામાં આપઘાત કે અકસ્માત તે અંગે કોઇ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. જે બાબતે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
હોટલ મંગલમમાં આગ લાગતા દોડધામ ફાયર વિભાગે બુજાવી આગ
ગઇકાલે રાત્રે હોટલ મંગલમમમાં નિચે એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ત્યારેજ તેની અગાસી પર આગ લાગતા એક સમયે દોડધામ મચી હતી. જો કે ફાયર વિભાગે ત્વરીત કાર્યવાહી સાથે આગ પર કાબુ મેળવ્યો હતો. ગઇકાલે રાત્રે અગાસીમાં પડેલા સામાનમાં આ આગ લાગી હતી. જો કે આગ વિકરાળ ન હતી પરંતુ એક તરફ નિચે કાર્યક્રમ ચાલતો હોવાથી થોડા સમયે માટે દોડધામ મચી હતી. જો કે કોઇ જાનહાની આ ઘટનામાં થઇ ન હતી. અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો.
ભુજમા મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ થવાના મામલે ફરીયાદ નોંધાઇ
ભુજના RTO રીલોકેશન સાઇટ પર ગઇકાલે રાત્રે લગ્નમા આવેલા ચંદ્રીકાબેન રતિલાલ ભાનુશાળીના ગળામાંથી ચેનની ચીલઝડપ કરવા મામલે અંતે ફરીયાદ નોંધાઇ છે બી ડીવીઝન પોલિસ મથકે આ મામલે ફરીયાદ નોંધાયા બાદ પોલિસે વધુ તપાસ હાથ ધરી છે ગઇકાલે રાત્રે જીપમાં આવેલા અજાણ્યા શખ્સોએ મહિલાના ગળામાંથી ચંદન હારની ચિલઝડપ કરી હતી અને DYSP સહિતનો કાફલો ધટના સ્થળે પહોંચી ગયો હતો