કચ્છ ના રાજમાર્ગો રક્તરંજીત રહેવાનો સિલસિલો કમનસીબે હજીયે ચાલુ રહ્યો છે. રાપર થી ભુજ આવી રહેલી સ્વીફ્ટ કાર કનૈયાબે પાસે પલ્ટી ખાઈ જતાં કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત માં ૩ ના મોત નીપજ્યાં છે.મૃતકો માં ૨ બાળકો અને ૧ પુરુષ નો સમાવેશ થાય છે.પ્રાથમિક માહિતી મુજબ મૃતકો માં એક રાપર,એક ભુજ અને એક માધાપર ના રહેવાસી હોવાનું મનાય છે.બનાવ સંદર્ભે પધ્ધર પોલિસ વધુ તપાસ હાથ ધરી છે પધ્ધર પોલીસના હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈએ આપેલી વિગત મુજબ આ અકસ્માતમાં રાપરથી ભુજ આવી રહેલા મુસ્લિમ પરિવારના સલીમ હુસેન કુંભાર (ઉ.વ.23), સોહેબ અલીમામદ કુંભાર (ઉ.વ.10) અને રેહાન રમઝાન કુંભાર (ઉ.વ.7) મૃત્યુ પામ્યા છે અને સલમાબેન અલીમામદ કુંભાર નામની મહિલા ઘાયલ થઈ છે
108 એ નિયમ નહી નીતીને અગ્રતા આપી
સામાન્ય રીતે અકસ્માતમા ઘાયલોની સારવાર માટે 108 મદદે આવતી હોય છે પરંતુ આજે સવારે જ્યારે 108 ની ભુજ ટીમને આ અકસ્માત અંગે જાણ થઇ ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા પરંતુ ઈજાગ્રસ્ત સાથે બે વ્યક્તિ મૃત્યુ પણ પામ્યા હતા જેને માનવતાના નાતે 108 ની ટીમ હોસ્પિટલ સુધી લાવી હતી તો એક મૃતકના કપડામાંથી રોકડ રકમ 19.500 પણ મળી હતી જે 108 ના પાયલટ અશ્વીનસિંહ સિંહ જાડેજા અને મયુર ડોડીયાએ પરત કરી માનવતાના અને ઇમાનદારીના દર્શન કરાવ્યા હતા.