Home Crime ભુજ માં યુવતીની હત્યા-સ્કાર્ફ અને પેન્ટ શર્ટ પહેરેલી એ યુવતી કોણ ?-લાશ...

ભુજ માં યુવતીની હત્યા-સ્કાર્ફ અને પેન્ટ શર્ટ પહેરેલી એ યુવતી કોણ ?-લાશ મળતા જ પોલીસે શરૂ કરી તપાસ

7652
SHARE
ભુજમાં મળી આવેલી એક યુવતીની લાશે રહસ્ય સાથે ચકચાર સર્જી છે. ભુજ ના પાલારા પાસે અંદાજિત ૩૦ થી ૩૫ વર્ષીય આધુનિક પહેરવેશમાં સજ્જ એવી યુવતીની છરીના ઘા સાથે મળી આવેલી લાશને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વનતંત્રના કર્મચારીએ લોહીના ખાબોચિયા સાથે યુવતીની લાશ જોયા બાદ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ભુજ એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. મૃતક યુવતીએ આછા બ્લુ રંગનું આછી ચેક્સ વાળું શર્ટ, બ્લુ જીન્સ પેન્ટ, ગુલાબી આસમાની કલરનો સ્કાર્ફ અને સફેદ કલરની હાઈ હીલ વાળી ચપ્પલ પહેરી છે. આ યુવતી અહીં કેવી રીતે આવી ? કોણે તેની હત્યા કરી હશે ? એ ચર્ચા અને રહસ્ય વચ્ચે પોલીસે યુવતીની લાશની તપાસ શરૂ કરી છે. કોઈએ તેની બહેરેમી પૂર્વક ક્રૂર હત્યા કરી છે. હત્યારાએ બોથડ પદાર્થ ઝીંકીને ગઈકાલ રાત થી આજ સવાર સુધી માં આ યુવતીની હત્યા નિપજાવી હોવાનું અનુમાન છે. જોકે, મૃત્યુ નું કારણ પી.એમ. રિપોર્ટ બાદ જ જાણવા મળશે. પરંતુ, ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી વધુ તપાસ અને ડોગ સ્ક્વોડની મદદ લઈને હત્યારા ના સગડ મેળવવાની કામગીરી હાથ ધરી છે.