Home Crime કંડલા જેટી નજીક 11 સીમકાર્ડ સાથે એક શખ્સને CISF એ ઝડપ્યો

કંડલા જેટી નજીક 11 સીમકાર્ડ સાથે એક શખ્સને CISF એ ઝડપ્યો

813
SHARE
દેશ વિદેશમાંથી કંડલા બંદર આવતા ક્રુ મેમ્બરને સીમકાર્ડ પહોંચાડવાનું કારસ્તાન એ કોઇ નવી વાત નથી ત્યારે વધુ એક શખ્સ સીમકાર્ડના જથ્થા સાથે CISF ના હાથે ઝડપાયો છે. નવા કંડલાનો રહેવાસી મંગવાના હુસેન આમદ કંડલાની જેટી નજીક શંકાસ્પદ હાલતમાં નઝરે ચડતા CISF એ તેની પુછપરછ અને જડતી કરતા તેની પાસેથી અલગ-અલગ મોબાઇલ કંપનીના 11 જેટલા સીમકાર્ડ મળી આવ્યા હતા જો કે તે સીમકાર્ડના જથ્થા સહિત અહી શા માટે આવ્યો છે તે અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા તેને કંડલા મરીન પોલિસના હવાલે કરાયો છે અને ક્યા ઉદ્દેશ સાથે તે આટલા સીમકાર્ડના જથ્થા સાથે જેટી નજીક ફરતો હતો તે અંગે હાલ કંડલા મરિન પોલિસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં તેણે આ સીમ કાર્ડ જોડિયા રહેતા તેમના સબંધી પાસેથી મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે પરંતુ એ તમામ કાર્ડ કોના નામ પર ખરીદાયા છે તે અંગે તેની પોલીસે તપાસ હાથ ધરી છે સુત્રોનુ માની એ તો આ શખ્સ બહારથી આવતા જહાજોના ક્રુ મેમ્બરને ગેરકાયદે સીમકાર્ડ પુરા પાડતો હોવાની સંભાવના છે જે દિશામાં પણ પોલિસે તપાસ શરુ કરી છે