ગુજરાતના બહુચર્ચિત એવા પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેન્તીભાઇ ભાનુશાળીના ભત્રીજાને બ્લેકમેઇલ કરી 10 કરોડની ખંડણી માંગવાના પ્રકરણમાં અંતે મુળ કચ્છની મનિષા ગોસ્વામીની પોલિસે ધરપકડ કરી છે જેન્તીભાઈ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ ફરીયાદ કરી હતી કે મનિષાએ તેને રૂમમા કામસર બોલાવ્યા બાદ તેની ક્લીપ ઉતારી હતી અને ત્યાર બાદ તેને બ્લેક મેઇલ કરી ખંડણીની માંગણી કરી હતી જો કે થોડા પૈસા આપ્યા બાદ મનિષા અને તેના સાગરીતો એ તેની પાસેથી 10 કરોડની ખંડણીની માંગણી કરી હતી જેથી તેને પોલિસમા ફરીયાદ કરી હતી જે મામલે જી ડીવીઝન અમદાવાદએ વાપી નજીકથી મનિષાની ધરપકડ કરી તેના 4 દિવસના રીમાન્ડ મેળવ્યા છે જો કે ખંડણીનુ પ્રકરણ સામે આવ્યા બાદ મનિષાએ લેખીત અને વીડીયો રૂપે સનસનીખેજ આરોપો જેન્તીભાઇ સામે મુક્યા હતા પરંતુ તેની ધરપકડ બાદ તેણે મિડીયા સમક્ષ કઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
શુ હવે મનિષા ખોલશે કોઇ નવા રાજ?
મુળ કચ્છના નખત્રાણા તાલુકાની મનિષાએ સુનિલની ફરીયાદો બાદ મીડીયા સમક્ષ ખુલાશો કરી આ ફરીયાદને ખોટી ગણાવા સાથે જેન્તીભાઇ દ્વારા જમીન ખાલી કરાવવા મુદ્દે આ કાવતરું કરાયુ હોવાનુ જણાવ્યુ હતુ જો કે ત્યાર બાદ લાંબા સમયથી આ કેસમા કોઇ હલચલ ન હતી રાજકીય રીતે આ મુદ્દો ભારે ગરમાયો હતો અને જેન્તીભાઇ એ આ મામલે મૌન સેવવા સાથે કાયદો કાયદાનુ કામ કરશે તેવુ નિવેદન કરી વિવાદ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું ત્યારે હવે મનિષાની ધરપકડ થતા શુ મનિષા આ મામલે કોઇ નવા રાઝ ખોલશે કે પછી મનિષાની ધરપકડ સાથે આ મામલે પડદો પડી જશે.
ખરેખર શુ સંબધ મનિષા અને જેન્તીભાઇ વચ્ચે
સુનીલે જ્યારે ફરીયાદ કરી હતી ત્યારથી આ કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો કેમકે જે મનિષા પર ખંડણીના આક્ષેપો થયા હતા તેના અને ભાનુશાળી પરિવાર વચ્ચે પારિવારીક સંબંધો હતા તો જેન્તીભાઇના ચુંટણી પ્રચારમાં પણ મનિષા સક્રિય રીતે ભાજપના ખેસ સાથે પ્રચારમાં રહેતી હતી તો મનિષા એ બનાવેલ ડેરી ફાર્મ પણ જેન્તીભાઇની મદદથી ઉભું થયાની ચર્ચા હતી ત્યારે એ તપાસ પણ અગત્યની રહેશે કે ખરેખર જેન્તીભાઇ અને મનિષા વચ્ચે શુ સંબધ હતા અને જો સારા સંબધ હતા તો સંબંધો ખરાબ થવાનુ કારણ શુ? શુ જમીનનો મુદ્દો હતો કે પછી અન્ય કોઇ બાબતે સંબંધોમાં તીરાડ પડી જો કે હાલ તો મનિષાની ખંડણી મામલે ધરપકડ થઇ છે અને તેની ઉંડાણપુર્વકની તપાસ ચાલી રહી છે
આમતો સુત્રોનુ માનીએ તો આ આખા કિસ્સામા સમાધાન થઇ ગયુ હોવાનુ ચર્ચાય છે અને તેથીજ આ કાર્યવાહી બાદ મનિષા વધુ કોઇ નિવેદન આપે તેવી શક્યતા ઓછી છે પરંતુ જો કદાચ મનિષા કોઇ પ્રતિનીવેદન આપે તો ફરી આ મામલો કચ્છથી લઈ ગાંધીનગર સુધી ભાજપના આંતરીક રાજકારણમાં ચર્ચાસ્પદ બને તેમ છે કેમકે અગાઉ રાજ્યની મહત્વની બ્રાન્ચના દબાણના મનિષાએ આરોપ લગાવી રાજકીય વગનો જેન્તીભાઇ પર આરોપ મુક્યો હતો જો કે હવે જોવુ એ રહ્યુ કે 4 દિવસના રીમાન્ડ અને ત્યાર બાદ મનિષા ગોસ્વામી શુ સ્ટેન્ડ લે છે?