પ્રદેશ ભાજપના નેતા અને અબડાસાના પુર્વ ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાળીના ભત્રિજા સુનીલ ભાનુશાળીને બ્લેકમેઇલ કરી 10 કરોડની ખંડણી માંગનાર મનિષા ગોસ્વામીની મુશ્કેલી વધી છે. અમદાવાદમાં તેના વિરૂધ્ધ 10 કરોડની ખંડણીની ફરીયાદ થયા બાદ પોલિસે તેની વાપીથી ધરપકડ કરી હતી. ત્યારે આજે તેના રીમાન્ડ પુર્ણ થવાના છે. તેવામાં તેની સામે કચ્છના નલિયા પોલિસ મથકમાં વધુ એક ખંડણી માંગવાની ફરીયાદ નોંધાઇ છે. જેથી આગામી દિવસોમાં નલિયા પોલિસ પણ પુરાવા એકઠા કરી તેની ધરપકડ કરે તો નવાઇ નહી જો કે આ કિસ્સામાં નવાઇ પમાડે તેવી વાત એ છે. કે 2017મા બનેલી ઘટનાની ફરીયાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને મનિષાની ધરપકડના થોડા દિવસોમાંજ થતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. મુળ ભુજના અને હાલે મુંબઇ રહેતા અજય રસિકલાલ ઠક્કરે મનીષા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે મનિષાએ તેને પણ બ્લેકમેઇલ કરી તેની પાસેથી 50 લાખની ખંડણી માંગી હતી.
મનિષા સામે શુ નોંધાઇ નલિયા પોલિસ મથકે ફરીયાદ કોણ છે સાગરીત?
જે રીતે અમદાવાદમાં સુનીલ ભાનુશાળીએ મનિષાએ તેની ક્લીપ ઉતાર્યા બાદ તેને ધમકી આપી ખંડણીની માંગણી કરી હતી તેવુજ કઇક આ કિસ્સામાં થયુ છે. ફરીયાદી અજયે જણાવ્યુ છે. કે મનિષાનો જે ભવાનીપર ખાતે ડેરીફાર્મ આવેલો છે. ત્યા તે મનિષા પાસે તેના બાકી નિકળતા 5.70લાખ રૂપીયા લેવા માટે બોલાવ્યો હતો. જ્યા પ્રવિણ પટેલ નામના વ્યક્તિએ દુધમાં કોઇ કેફી પ્રદાર્થ ભેળવી બેહોસ હાલતમાં તેની ક્લીપ ઉતારી હતી અને ત્યાર બાદ મનિષા ગોસ્વામીએ તેને ધમકી આપી બળાત્કારના કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી. સાથે ક્લીપ જાહેર કરી બદનામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી અજય ઠક્કર પાસેથી 50લાખની ખંડણી માંગી હતી. આજે નલિયા પોલિસ મથકે આ મામલે ફરીયાદ નોંધાઇ છે. જે મામલે PSI એ.એન પ્રજાપતીએ વધુ કાર્યવાહી શરૂ કરી છે.. અને ફરીયાદ મુજબના પુરાવા એકઠા કરવાની દિશામા તપાસ તેજ કરી છે.
શુ ખરેખર ફરીયાદમાં દમ કે પછી રાજકીય દબાણ?
જે રીતે કચ્છના બહુચર્ચીત નલિયાકાંડમાં પડિતાએ ફરીયાદ કર્યા બાદ તેના વિરૂધ્ધ પણ ફરીયાદનો દોર શરૂ થયો હતો તેવુજ કઇક આ કિસ્સામાં પણ થતુ હોય તેવુ પ્રાથમીક રીતે લાગી રહ્યુ છે. કેમકે પહેલા જેન્તીભાઇના ભત્રિજાની ફરીયાદ ત્યારબાદ પ્રતિઆક્ષેપ મનિષા અને તેના પરિવાર દ્વારા અને ત્યાર બાદ તેની ધરપકડ આ કિસ્સા વચ્ચે છેક 2017ના અંતિમ મહિનામાં બનેલા કિસ્સાની ફરીયાદ નોંધાતા આ મામલે ફરી કઇક નવુ થાય તેવુ લાગી રહ્યુ છે. સાથે પ્રશ્ર્નો પણ ઉભા થઇ રહ્યા છે. કે શુ ખરેખર ફરીયાદમાં દમ છે. કે પછી રાજકીય દબાણ હેઠળ મનિષાને ફીટ કરવા માટે વધુ એક ફરીયાદ કરાઇ છે. જો કે તે તપાસનો વિષય છે. પરંતુ આગામી દિવસોમાં મનિષા ગોસ્વામીની મુશ્કેલી વધી શકે તેમ છે. અને લાંબો જેલવાસ પણ ભોગવવો પડી શકે એમ છે.
એક સમયે જેમના વચ્ચે ગાઢ સંબધો હતા તેવા મનિષા અને જેન્તીભાઇ વચ્ચે એવું તે શું બન્યું તે હજુ પણ એક રાઝ છે. પરંતુ 10 કરોડથી ખંડણીની ફરીયાદ સાથે શરૂ થયેલા આ વિવાદમાં હવે ફરી નવા વંણાકો આવી રહ્યા છે. જેમાં નલિયા પોલિસ મથકે એક સમયે ભાજપ અને જેન્તીભાઇની નજીકની મનિષા ગોસ્વામી સામે વધુ એક ખંડણીની ફરીયાદ નોંધાઇ છે. જો કે પોલિસ હવે આ મામલે સત્ય શુ છે. તે શોધશે પરંતુ ફરીયાદ સાથે કેસમાં ફરી હલચલ શરૂ થઇ છે. જે લાંબી ચાલે તેમ છે.