જમીન વિકાસ નિગમના અધિકારી અને કર્મચારીઓના ભષ્ટ્રાચારને લઇને ગાજેલા કૌભાંડમા ACB એ રાજ્ય વ્યાપી પાડેલા દરોડા પછી હવે સ્થાનીક ACB એ રાપરમા પ્રકાશમા આવેલ બોગસ ખેત તલાવડી કૌભાંડમા ધરપકડનો દોર શરુ કર્યો છે 21-03-2018 ના આ બાબતે ગાંધીધામ ACB એ રાપર જમીન વિકાસના બે કર્મચારી અને એક કોન્ટ્રાકટર સહિત ત્રણ શખ્સો સામે રૂપીયા 1.79લાખના ભષ્ટ્રાચારની ફરીયાદ નોંધી હતી જો કે ત્યાર બાદ તો આખા કિસ્સા પછી જમીન વિકાસ નિગમના અધિકારીઓનુ કરોડોના ભ્રષ્ટાચારનુ કૌભાંડ ખુલ્યુ હતુ જો કે આજે રાપરમા આચરાયેલા કૌભાંડ મામલે ACB એ ધરપકડનો દોર શરૂ કર્યો છે ACB પોલિસ ઇન્સપેક્ટર ગાંધીધામ પી. વી. પરગડુ નો આ અંગે સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતુ કે માર્ચ મહિનામા નોંધાયેલી ફરીયાદ મામલે આજે રાપર ભીમાસરના રામજી સુરા સોલંકીની ધરપકડ કરી છે અને તેની તપાસ બાદ સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી છે જેમા જમીન વિકાસ નિગમના ફરાર બે કર્મચારી સહિતના સામેલ અન્ય શખ્સોની સંડોવણી સહિતની દિશામાં ACB તપાસ કરશે સાથે શક્યતા એવી પણ છે કે ACB ની તપાસમા ભષ્ટ્રાચારનો આંકડો વધે તેવી શક્યતા છે ટુંકમાં લાંબા સમયથી ફરીયાદ થયા બાદ શાંત પડેલા કિસ્સામા ફરી સડવડાટ થયો છે આ સમગ્ર કિસ્સાની ફરીયાદ મુજબ આરોપીઓએ માત્ર કાગળ પર ખેત તલાવડી ઓ દર્શાવી પૈસા ચાંઉ કરી ભષ્ટ્રાચાર આચર્યાની ફરીયાદ નોંધાઇ હતી જેમા હવે વધુ ધરપકડો ટુંક સમયમાં શરૂ થશે અને તેનો તપાસનો રેલો અનેક સુધી પહોંચે તેવી શક્યતા છે.