શ્રાવણને વિધીવત બેસવાને ભલે હજુ વાર હોય પરંતુ જુગારના શોખીનોએ જાણે નેટ પ્રેક્ટીશ શરૂ કરી હોય તેમ કચ્છમાં રોજ જુગારના સફળ દરોડા પડી રહ્યા છે તે વચ્ચે આજે રાપરમાં જાહેરમાં જુગારનું પડ માંડીને જુગારીઓએ દાવ તો શરૂ કર્યો પરંતુ પરંતુ પોલિસે દરોડો પાડી જુગારીઓનો ખેલ બગાડ્યો અને દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા જો કે મોકાનો ફાયદો લઇ 6 વ્યક્તિ ભાગવામાં સફળ રહ્યા જો કે 9 વ્યક્તિ આબાદ મોબાઇલ રોકડ અને વાહનો સહિત 61,520 રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા જેના વિરૂધ્ધ પોલિસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
રાપર પોલિસ મથકના આર.એલ.રાઠોડ અને એ.બી.ચૌધરી સહિતની ટીમને બાતમી મળી હતી તે મુજબ રાપરના તકીયાવાસ નજીક ખારીનદીના પટ્ટમા ઝડપાયેલા શખ્સો જુગારનું પડ માંડ્યું હતું જેમા(1)કિશાન સોંલકી(2)માનસંગ જાદવ(3)પ્રભુ કોલી(4)હરેશ ગોહિલ(5)મહેન્દ્ર પઢીયાર(6)નવીન જાદવ(7)ઉમેશ કોલી(8)ઇશ્ર્વર જાદવ(9)રામજી સોલંકી ઝડપાઇ ગયા હતા જ્યારે (1)ભરત રાઠોડ(2)છગન વાણંદ(3)ઇસ્માઇલ(4)કના હમીરા દલિત(5)દલા રતા દલિત(6)રમેશ કોલી નાશી જવામાં સફળ રહ્યા હતા પોલિસે 9 શખ્સોને બે મોટરસાઇકલ રોકડ અને પાંચ મોબાઇલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે જ્યારે ફરાર શખ્સોને ઝડપવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.