ભુજ અને નખત્રાણા બન્ને તાલુકાને જોડતા નિરોણા ગામે ગટરના કામ દરમ્યાન માટી ધસી પડતા ૩ મજૂરો ઊંડા કરાયેલા ગટરના ખાડા માં દટાઈ ગયા હતા. જોકે, ગ્રામજનો મહા મહેનતે ત્રણે ત્રણ મજૂરોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. સમયસર મદદ મળી જતા દટાયેલા ત્રણેય મજૂરોનો આબાદ બચાવ થયો હતો. જોકે, માટીમાં દટાયા હોઈ નાની મોટી ઇજા પહોંચી હોઈ તેમને તાત્કાલિક ભુજ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.ઇજાગ્રસ્ત મજૂરો માં ઈરફાન મામદ મોગલ(ઉ૧૯), ઇબ્રાહિમ મામદ કુંભાર (ઉ ૩૫) અને અબ્દુલ સુલેમાન કુંભાર (ઉ૧૭) છે. આ ઘટના નિરોણા ગ્રામ પંચાયત દ્વારા ચાલતા ગટર યોજના ના કામ દરમ્યાન બની હતી. જેમાં ઊંડો ખાડો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એકાએક માટી ધસાઈ પડતા ત્રણે મજૂરો ખાડામાં ધસાઈને દટાઈ ગયા હતા. હોસ્પિટલ માં રૂબરૂ મુલાકાત દરમ્યાન મળેલી માહિતી પ્રમાણે આ ગટર કામનો ઉધડ કોન્ટ્રાક્ટ ઇજાગ્રસ્ત થયેલા ઇબ્રાહિમ મામદ કુંભારે રાખ્યો હતો. નીરોણા પોલીસ સાથે ન્યૂઝ4કચ્છે કરેલી વાતચીતમાં અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ ન થઈ હોવાનું અને ત્રણે ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત હોવાનો ખુલાસો પોલીસ દ્વારા કરાયો છે.દરમ્યાન ઇજાગ્રસ્ત મજૂરો પૈકી અબ્દુલ સુલેમાન કુંભાર ઉ. ૧૭ સગીર છે.