હજુ થોડા દિવસ પહેલાજ ગાંધીધામના પી.એસ.એલ ઝુંપડા નજીકથી મળેલી એક અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશની ઓળખ નથી થઇ ત્યા હવે ભચાઉના નાની ચિરઇ નજીકથી એક અજાણ્યા યુવકની કોહવાયેલી લાશ મળી છે જે બાબતે ભચાઉ પોલિસે તપાસ હાથ ધરી છે આજે સવારે ત્યાથી પસાર થતા લોકોને લાશ પડી હોવાનુ ધ્યાને આવ્યુ હતુ જે બાબતે ભચાઉ પોલિસને જાણ કરાતા પોલિસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી જે યુવકનો મૃતદેહ મળ્યો છે તેના ગળામાં કપડુ બાંધેલુ હોવાથી પોલિસને તેની હત્યા થઇ હોવાની પણ શંકા છે તે આધારે પોલિસે તેના પી.એમ રીપોર્ટ સહિતની કામગીરી હાથ ધરી છે. અર્ધનગ્ન હાલતમા મળેલા યુવાને પેન્ટ પહેરલુ છે પરંતુ તેના શરીરના ઉપરના ભાગે કોઇ કપડા નથી ચિરઇ રોડ પર આવેલી સેન્ચ્યુરી કંપનીની સામે રેલ્વે ટ્રેક નજીકની બાવળની ઝાડીમાં યુવકનો મૃતદેહ આજે મળી આવ્યો હતો અને તેના ગળાના ભાગે કપડુ બાંધેલુ હતુ જેથી પ્રાથમીક રીતે તેની હત્યા થઇ હોવાનુ પણ અનુમાન છે જો કે તેના પી.એમ રીપોર્ટ બાદ તેના મોતનુ ચોક્કસ કારણ જાણી શકાશે તો આ અગાઉ ગાંધીધામ પી.એસ.એલ ઝુંપડા પાસે પણ એક અજાણ્યા યુવકની તારીખ 23-08 નો રોજ લાશ મળી હતી જેની પણ હજુ સુધી ઓળખ થઇ શકી નથી જે બાબતે પણ તપાસ ચાલુ છે ત્યા આજે ફરી એક અજાણ્યા યુવકની લાશ મળતા પુર્વ કચ્છ માટે આ બન્ને લાશની ઓળખ અને તેની હત્યા કે આકસ્મીક મોત અંગેની તપાસનો પડકાર ઉભો થયો છે.