Home Crime પશ્ચિમ કચ્છની મહત્વની બ્રાન્ચ અને પોલિસ મથકના પીઆઇની બદલીના આદેશ

પશ્ચિમ કચ્છની મહત્વની બ્રાન્ચ અને પોલિસ મથકના પીઆઇની બદલીના આદેશ

2959
SHARE
આમતો લાંબા સમયથી પશ્ચિમ કચ્છ પોલિસની મહત્વની બ્રાન્ચ અને પોલિસ મથકોમાં બદલીઓના આદેશ થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી હતી તે વચ્ચે પશ્ચિમ કચ્છ પોલિસવડા એમ.એસ.ભરાડાએ તેના પર મંજુરીની મહોર મારી છે વહીવટી સરળતા કે અસરકારક કામગીરીની અપેક્ષા જેવા કારણો સાથે મહત્વની બ્રાન્ચ અને પોલિસ મથકોમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીના આદેશ પોલીસ વડા દ્વારા કરાયા છે જેમાં 6 પોલિસ ઇન્સ્ટેપેક્ટર અને 1 પોલિસ સબ ઇન્સપેક્ટરનો સમાવેશ થાય છે જેમાં મહત્વની કહી શકાય તેવી એલ.સી.બી અને એસ.ઓ.જીમાં ફરજ બજાવતા મુખ્ય અધિકારીઓને તેમના મુળ સ્થાનેથી બદલવામાં આવ્યા છે.

કોણ ક્યાં ગયું ?

પશ્ચિમ કચ્છ પોલિસવડાએ ગઇકાલે રાત્રે કરેલા હુકમોમાં મહત્વની કહી શકાય તેવી SOG ના પી.આઇ વી.કે. ખાંટને ફરી તેમના જુના સ્થાન બી-ડીવીઝન પોલિસ સ્ટેશન બદલ્યા છે. તો પશ્ચિમ કચ્છ એલ.સી.બીમાં લાંબો સમયથી ફરજ બજાવતા જે.એમ.આલને ભુજ એ ડીવીઝન પોલિસમા બદલવામાં આવ્યા છે આ ઉપરાંત મુન્દ્રાથી થોડા સમય પહેલાજ ભુજ બદલી કરાયેલા અને ભુજ એ. ડિવિઝનમાં રહેલા એમ.જે.જલુને ફરી માંડવી બદલી દેવાયા છે માંડવીના એમ.આર.ગામેતીને માંડવીથી CPI નલિયા મુકાયા છે. તો આર.જે શુક્લા માંડવી મરિન પોલિસના પી.આઇને SOG ભુજમાં નિયુક્તી અપાઇ છે જયારે ભુજ બી ડીવીઝન પોલિસ સ્ટેશનના પી.આઇને CPI ભુજ બનાવાયા છે આમ કુલ 6 પી.આઇ અને 1 પી.એસ.આઇની બદલી વહીવટી સરળતા ખાતર કરાઇ છે.
આમતો વહીવટી સરળતા ખાતર આ બદલી કરાઇ હોવાનુ પોલિસ વિભાગે જણાવ્યું છે પરંતુ સૂત્રોનું માનીએ તો દરગાહમાં તોડફોડથી લઇને પશ્ચિમ કચ્છમાં અનેક એવી ઘટનાઓ બની જેમાં પોલિસ અધિકારીઓ અસરકારક કામગીરી કરવામાં ઉણા ઉતર્યા મજીદના ગુમ થવાનો મામલો હોય કે પછી પોલિસ પર હુમલાની ઘટના કે પછી કચ્છમાંથી કરોડો રૂપીયાનુ ડ્રગ્સ એજન્સીઓને ઉંધતા રાખી કચ્છ બહાર નિકળી ગયુ. આવી ઘણી ઘટનાઓ છે જેમાં મહત્વની કામગીરી કરવામા પોલિસ મથકો અને ખાસ કરીને મહત્વની બ્રાન્ચમા હોવા છંતા અધિકારીઓ કામગીરીમાં જોઈએ તેટલા સફળ રહ્યા નથી જેને અનુસંધાને આ બદલીના હુકમો કરાયા હોઈ શકે જો કે એલ.સી.બી પી.એસ.આઇને હાલ એલ.સી.બીનો વધારાનો ચાર્જ સોંપાયો છે અને એલ.સી.બીમાં હવે કોણ નિયુક્ત થશે તેના પર સૌની નઝર છે.