ખુદ પિતા દ્વારા જ પોતાની માસુમ સગીર દીકરી ઉપર નજર બગાડીને તેણીની લાજ લેવાની કોશિશ કરવાના બનાવે ભુજ મા ચકચાર સર્જી છે. જોકે, સગીર દીકરીને બચાવવા તેની માતા મેદાન મા આવી છે અને ખુદ પોતાના લંપટ પતિ સામે પોલીસ ફરિયાદ કરી છે. ભુજ બી ડીવીઝન પોલીસ મા નોંધાયેલ ફરિયાદ અનુસાર તા/૨/૯ રવિવારની ની રાત્રે તેમ જ તેનાથી આગળ ભુજના કેમ્પ વિસ્તાર મા રહેતા એક પિતાએ બાપ દીકરીના સંબધને કલંકિત કર્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર પિતાએ પોતાની ૧૪ વર્ષની દીકરીને પોતાની સાથે સુવડાવી ને તેણી ની લાજ લેવાના ઇરાદે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. પિતાની નાપાક હરકતોને અને બૂરી નજરને પારખી ને સમસમી ગયેલી દીકરીએ પોતાની માતાને આ અંગે જાણ કરી હતી. માતા એ જયારે દીકરી પાસેથી પિતા ની નાપાક હરકત ની વાત સાંભળી ત્યારે તેના પગ નીચે થી ધરતી ખસી ગઈ હતી. ૧૪ વર્ષની માસુમ સગીર પુત્રી ઉપર બૂરી નજર કરનાર નરાધમ પિતા અને પોતાના પતિ ને સબક શીખવવા માતાએ હિંમતપૂર્વક પોલીસ ફરિયાદ કરી હતી. ભુજ બી ડીવીઝન પોલીસે પિતા ની વિરુદ્ધ સગીર દીકરીની લાજ લેવા ના ઇરાદે છેડતી કરવાનો ગુનો પોકસો ધારા હેઠળ દાખલ કર્યો છે. જોકે, અપરાધી પિતા નાસી છૂટ્યો હોઈ પોલીસે તેને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. ભુજ બી ડીવીઝન પીએસઆઇ એમ. એમ. જોષી આ બનાવની તપાસ કરી રહ્યા છે.