આમતો એવુ કહેવાય છે કે પિતાને સૌથી વ્હાલી તેની પુત્રી હોય છે પરંતુ હાય રે કળીયુગ ભુજમાં એક હેવાન પિતાએ તેનીજ પુત્રી પર નજર બગાડી અને ત્રણ વર્ષ સુધી તેનુ શારીરિક શોષણ કરતો રહ્યો પુત્રીની સહનશીલતાને ભાષી ગયેલી માતાએ પુત્રીની આ વ્યથા જાણી પોલીસ ફરિયાદ કરી અને હવે પોલિસે હેવાન પિતાની ધરપકડ કરી છે આમતો સંબધોને લજવતા આવા કિસ્સાઓ અનેક સામે આવી રહ્યા છે પરંતુ ભુજમાં બનેલા આ કિસ્સાએ ભારે ચકચાર સર્જી હતી બી ડીવીઝન પોલિસની હદ્દમા આ કિસ્સો 4 તારીખે નોંધાયો હતો જેમાં માતાએ જ ફરીયાદ કરી હતી. કે તેનો પતી તેની કેન્સરગ્રસ્ત પુત્રી પર નજર બગાડી તેની સાથે શારીરિક છેડછાડ કરી રહ્યો છે પોલિસે તપાસ કરતા માલુમ પડ્યુ હતુ કે ભોગ બનનાર સગીરા કેન્સરથી પિડાય છે ભુજ બી ડીવીઝને આ ક્રુર અને સમાજ માટે ધૃણાસ્પદ કિસ્સામાં તપાસ કરી આજે આરોપી હેવાન પિતા જુસબ સમાની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે ભોગ બનનાર સગીરાના વિશેષ નિવેદન સાથે ભુજ બી-ડીવીઝને આ કિસ્સાને ગંભીર ગણી આરોપીની વિશેષ પુછપરછ શરૂ કરી છે આમતો આ કિસ્સો પ્રકાશમાં ન આવત કેમકે પોલિસ તપાસમા સગીરા સાથે તેના પિતા આવી હરકતો લાંબા સમયથી કરતો હતો અને પુત્રી તે સહન કરતી હતી પરતુ અંતે અત્યાચારનો અતિરેક થતા સગીરાએ તેની માતાને તેની વ્યથા કહી હતી અને માતાએ હિંમત સાથે તેના પતિ વિરૂધ્ધ ફરીયાદ કરી હતી અને પોલિસે ગણતરીની કલાકોમાં સંબધોની મર્યાદા ભુલનાર હેવાન પિતાની ધરપકડ કરી છે.