Home Crime છેક મુન્દ્રા સુધી પહોંચી આવેલ 37 લાખના દારૂ ભરેલું ટ્રેલર બોર્ડર રેન્જે...

છેક મુન્દ્રા સુધી પહોંચી આવેલ 37 લાખના દારૂ ભરેલું ટ્રેલર બોર્ડર રેન્જે ઝડપ્યુ : 3 ઝડપાયા 6 નામ ખુલ્યા

4222
SHARE
પુર્વ અને પશ્ર્ચિમ કચ્છમાં હાલ સદંતર દારૂ અને જુગાર પર રોક લગાવવા માટે પોલિસ મેદાને છે તેવામાં બોર્ડર રેન્જે મુન્દ્રામા સપાટો બોલાવ્યો છે અને લાખોના દારૂના જથ્થા સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા છે જથ્થો હરિયાણાથી કચ્છ આવ્યો હોવાનુ પ્રાથમીક અનુમાન છે બોર્ડર રેન્જ આર.આર.સેલ ને બાતમી મળી હતી કે મુન્દ્રાના પ્રાગપર 3 રસ્તા પાસેથી એક શંકાસ્પદ ટ્રેલર પસાર થવાનુ છે જે બાતમી આધારે એક ટીમ ત્યા પહોંચમાં હતી ત્યારેજ હરિયાણા પાર્સીંગનુ HR-46-D-8206નું ટ્રેલર ત્યાથી પસાર થયુ હતુ જેની તપાસ કરતા તેમા ભારતીય બનાવટનો 783 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ટ્રેલરમા 37.58.લાખની કિંમતની 9396 બોટલ મળી આવી હતી તો મોબાઇલ અને ટ્રેલર સહિત 64.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી મુન્દ્રા પોલિસને વધુ તપાસ માટે સોંપાયા છે.

3 ઝડપાયા 6 લોકોના નામ ખુલ્યા

સામાન્ય રીતે આવી કાર્યવાહી દરમ્યાન દારૂનો જથ્થો તો ઝડપાય છે પરંતુ આરોપી ભાગી જવામાં સફળ રહેતા હોય છે પરંતુ બોર્ડર રેન્જે કરેલી કાર્યવાહીમાં 3 શખ્સો ઝડપાયા છે જ્યારે 6 શખ્સોના નામ ખુલ્યા છે.
ઝડપાયેલા આરોપી
(1) અમીત બલજીત જાટ (ચૌધરી) ઉ.29 રહે.હરિયાણા
(2) દિનેશ સતવીર જાટ(ચૌધરી) ઉ.38 રહે.રોહતક હરિયાણા
(3) હરપાલસિંહ બચુભા ઝાલા ઉ.26 રહે.લીમડી જી.સુરેન્દ્રનગર
આ શખ્સોના નામ ખુલ્યા
(1)ભરત મોહનલાલ ભાનુશાળી રહે ગાંધીધામ
(2)ચંદ્રકાંત ઉર્ફે જીગર કેશવલાલ ઠક્કર રહે.ગાંધીધામ
(3)ચંદન ગોપાલજી ગુપ્તા રહે ગાંધીધામ
(4)જયદેવસિંહ બચુભા ઝાલા રહે. ગળપાદર
(5)મુન્નો ઉર્ફે વિજયસિંહ અજીતસિંહ જાડેજા રહે.ગળપાદર
(6) રાજ કિશોર રામકુમાર રહે રોહતક
દારૂ જુગાર અને વ્યાજખોરો સહિત ગુન્હેગારો ને ડામવા બોર્ડર રેન્જ ટીમ ફુલ એકશનમાં છે જો કે હવે જોવું એ અગત્યનું રહેશે કે અન્ય એજન્સીઓને અંધારામાં રાખી મુન્દ્રા સુધી દારૂ કઇ રીતે અને કોની મદદથી પહોચ્યો? અને અને અંધારામા રહી ગયેલી સ્થાનીક પોલિસ અને બ્રાન્ચો સામે કોઇ એક્શન લેવાય છે કે નહી? જો કે કચ્છમાં લાખોનો દારૂ ઘુસાડવાના બુટલેગરોના મનસુબા પર બોર્ડર રેન્જે પાણી ફેરવી નાંખ્યુ છે બોર્ડર રેન્જ આઇ.જી ડી.બી વાઘેલાના માર્ગદર્શન હેઠળ જી.એમ.હડીયાની ટીમે આ કાર્યવાહી કરી હતી..તો બીજી તરફ રાપરના નિલપર માંથી પણ લોકલ પોલિસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાખોનો દારુ ઝડપ્યો છે જેની વિગતોની રાહ જોવાઇ રહી છે.