ભુજના માધાપર નજીક એક મહિલાને સંબધ બાંધવાની ના પાડવાનુ ભારે પડી ગયું હતું
મુકીમ મામદ સમા રહેવાસી માધાપર વાળાએ માધાપરમાંજ રહેતી એક મહિલાને પોતાની સાથે સંબધ રાખવા કહ્યુ હતુ. પરંતુ મહિલાએ ના પાડતા આરોપીએ તેના અન્ય 3 સાગરીતો સાથે મહિલાનુ અપહરણ કર્યુ હતુ અને તેને માર માર્યો હતો બનાવ 8 તારીખે રાત્રે બન્યો હતો જે બાબતે આજે મહિલાએ ભુજ બી ડીવીઝન પોલિસ મથકે અપહરણ મારામારી અને છેડતી સહિતની ફરીયાદ 4 શખ્સો વિરૂધ્ધ નોંધાવી છે 8 તારીખે 10:30 વાગ્યાના અરસામાં મહિલાએ સંબધ બાંધવાની વાતનુ મનદુખ રાખી મુકિમ મામદ સમા,મામદ ઇસ્માઇલ સમા રહે.ધોબ્રાણા,જુમા અલાના સમા રહે દિનારા, અને હનીફ પેથા સમા તેના ઘર નજીક આવ્યા હતા અને બોલેરો કારમાં તેનુ અપહરણ કર્યુ હતુ અને ત્યાર બાદ તેને ધોકા વડે માર મારી તેની સાથે છેડછાડ કરી હતી તો મામદ ઇસ્માઇલ અને જુમા સમાએ ફરીયાદી મહિલાને છરી બતાવી જો ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જો કે આજે મહિલાએ હિંમત કરી ભુજ બી ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે. જે મામલે પોલિસે 4 શખ્સો વિરૂધ 366,354(ક),323,504,506(2),114, તથા 135 મુજબ ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.