રાપરના પલાસવા નજીક માખેલ ટોલ નાકા પાસે મહિન્દ્રા પિકપ વાહન પલટી જતાં જીપમાં મુસાફરી કરી રહેલા એકજ પરિવારના ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. રાજસ્થાનથી કચ્છ તરફ આવી રહેલી જીપને નડેલા આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને બે વ્યક્તિએ સારવાર દરમ્યાન દમ તોડ્યા હતા જયારે જીપમાં સવાર અન્ય પાંચ વ્યક્તિને ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલ ખસેડાયા છે અકસ્માતની તપાસ આડેસર પોલીસે હાથ ધરી છે
પોલીસે આપેલી માહિતી મુજબ અમીતાબેન નવીનભાઈ પ્રજાપતિ તથા દલીબેન નાનજી રહેવાસી આડેસરના મૃત્યુ નિપજ્યા છે અન્ય બે મૃતકો અને ઇજાગ્રસ્તોની વિગતો મેળવાઈ રહી છે.