Home Current માતાના મઢ મધ્યે શ્રદ્ધાળુઓની ભીડ- રાજાબાવા યોગેન્દ્રસિંહ નું મુસ્લિમ આગેવાનોએ કર્યું સન્માન

માતાના મઢ મધ્યે શ્રદ્ધાળુઓની ભીડ- રાજાબાવા યોગેન્દ્રસિંહ નું મુસ્લિમ આગેવાનોએ કર્યું સન્માન

695
SHARE
આસો નવરાત્રિ દરમ્યાન કચ્છની કુળદેવી માં આશાપુરાના દર્શન કરવા શ્રધ્ધાળુઓ ની ભારે ભીડ માતાના મઢ મધ્યે ઉમટી રહી છે. ભારે તાપ વચ્ચે પણ માતાના મઢ મધ્યે કચ્છ અને કચ્છ બહારથી દર્શનાર્થીઓ નો ભારે ધસારો રહ્યો છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો દરમ્યાન માતાના મઢ મધ્યે જોવા મળેલા કોમી એકતા ના માહોલે કચ્છની હિન્દુ-મુસ્લિમ એકતાનો ફરી એકવાર અહેસાસ કરાવ્યો છે. કચ્છ જીલ્લા ના મુસ્લિમ આગેવાનો હાજી જુમા રાયમા, હૈદરશા સૈયદ, મામદ આગરીયા, આમદ લંઘા, રમજુ કાસમ લંઘા સહીત આગેવાનો એ આશાપુરા માતાનામઢ જાગીર ટ્રસ્ટ ની મુલાકાત લીધી હતી. આ મુસ્લિમ આગેવાનોએ જાગીર ટ્રસ્ટ ના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજી અને ટ્રસ્ટી ખેગારજી જાડેજા નુ સન્માન કર્યું હતું. જ્યારે જાગીર ટ્રસ્ટ વતી થી પણ મુસ્લિમ આગેવાનો નુ સન્માન કરાયું હતું. આ અંગે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે, રાજાશાહી વખત થી આજ દિવસ સુઘી મુસ્લિમ પરીવારો આ ટ્રસ્ટ મા સામેલ છે. એ દર્શાવે છે કે, કચ્છમા આજેય પણ હિન્દુ અને મુસ્લિમ સમાજમાં એકબીજા ના ધાર્મિક તીર્થસ્થાનો અને તહેવારો સંદર્ભે આદર અને માન સન્માન જળવાઈ રહ્યા છે, જે ખરેખર બેમિસાલ છે.