ભૂતકાળમાં પૂર્વ કચ્છના સુરબાવાંઢ હત્યાકાંડમાં 9 મોતની ઘટના બાદ ફરી પશ્ચિમ કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે થયેલી બે જૂથ વચ્ચેની હિંસક અથડામણમાં 6 વ્યક્તિના મોત નિપજતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો પ્રાથમિક વિગત અનુસાર છસરા ગામે ચૂંટણી સહિત ગામની સુવિધાની બાબતે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ થયેલી બબાલ અંતે અથડામણનું સ્વરૂપ લઈ લેતા લોહિયાળ જંગ ખેલાયો હતો આહીર અને મુસ્લિમ સમુદાય વચ્ચે થયેલી આ અથડામણમાં મહિલા સરપંચના પરિવારના બે શખ્સોના પણ મોત થયા છે મઁગળવારે મોડી સાંજ બાદ થયેલી બબાલ રાતે લોહિયાળ સાબિત થઈ હતી આ અથડામણમાં બન્ને જૂથના 6 વ્યક્તિના ઘટના સ્થળેજ મોત થયાં હતાં આ બનાવના સમાચાર વાયુ વેગે પ્રસરતા જિલ્લામાં અફવા સહિતની તરહ તરેહની ચર્ચા લોકોમાં હતી તો આ ઘટનાને પગલે IG શ્રી વાઘેલા સહિત પશ્ચિમ કચ્છના SP શ્રી ભરાડા, DYSP અને પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને સરપંચના ઘર સહિત સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત સહિત ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી મોડી રાત સુધી ચાલી રહેલી તપાસને કારણે પોલીસ દ્વારા ઘટનાના કારણ અંગે વધુ માહિતી મેળવી શકાઈ નથી. આ ઘટનાને પગલે મુન્દ્રા હોસ્પિટલ સહિત ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે બન્ને જૂથના રાજકીય આગેવાનો અને લોકોનો જમાવડો જોવા મળ્યો હતો ભુજમાં પણ રાત્રે પોલીસ બંદોબસ્ત કડક બનાવાયો હતો આ અથડામણમાં છસરાના મહિલા સરપંચના પરિવારના આબીદ આરબ (ઉ.25), આદમ અબ્દુલ્લા (ઉ.70) અને સામ પક્ષે આહીર જૂથના ચેતન નારણ ચાવડા (ઉ.30), ભરત મ્યાજર ચાવડા (ઉ.27), મંગલ મ્યાજર ચાવડા (ઉ.25) અને ભાર્ગવ પાંચા ચાવડા (ઉ.19)ના મોટ થયા છે જયારે ગંભીર રીતે ઘવાયેલા આરબ આમદને અમદાવાદ ખસેડાયા છે આ સમગ્ર ઘટનામાં લાંબા સમયથી ચાલી રહેલા બંને જૂથના વિવાદ માં આજે એક જૂથ દ્વારા જીપ જેવા વાહન સાથે ધસી જઈને બીજા જૂથને કચડી નાખ્યા હોવાની વિગતો સામે આવી છે જોકે પોલીસ સમગ્ર બનાવની કાર્યવાહીમાં વ્યસ્ત હોઈ વધુ વિગતો મળી શકી નહોતી આ ઘટનાને પગલે સમગ્ર કચ્છ સહિત રાજકીય વર્તુળોમાં પણ ચકચાર સાથે અરેરાટી ફેલાઈ છે.