પોલિસની ચુસ્ત સતર્કતા અને દારૂ જુગારની બદ્દી અટકાવવા માટેની કડક કાર્યવાહી પછી પણ પ્યાસીઓ માટે તહેવારો સમયે માલ મંગાવવાનો રીસ્ક બુટલેગરોએ કર્યો તો ખરો પરંતુ સ્થાનીક પોલિસે તેના પર પાણી ફરેવી નાંખ્યુ રાપર અને આડેસર પોલિસે તહેવારો પર આવેલા લાખો રૂપીયાના શરાબના જથ્થાને ઝડપી પાડ્યો છે. જેમા પ્રાથમીક તપાસમાં આડેસર પોલિસે ઝડપેલા દારૂના જથ્થા સાથે બે વ્યક્તિ પોલિસની ગીરફ્તમા આવી ગયા છે જ્યારે રાપર પોલિસે દારૂ ઝડપ્યો જેમા આરોપીની શોધખોળ ચાલુ છે.
રાપરમાંથી સાડા દસ લાખનો દારૂ ઝડપાયો
રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર. એલ. રાઠોડ ને મળેલી પૂર્વ બાતમી ના આધારે રાપર તાલુકા ના ગેડી ગામે તહેવારો પહેલા વેચાણ માટે ભારતીય બનાવટના વિદેશી દારૂની ઈમ્પીલ પેટી નં. 226.,180 એમ. એલ. ની 151 પેટી,750 એમ. એલ. ની 75 પેટી મળી ને કુલ 226 પેટી દારૂ મંગાવાયો હતો. જેની કિંમત રૂપીયા. 10.39.800/= થાય છે. રાપર પોલિસે કરેલી પ્રાથમીક તપાસમા દારૂ ના જથ્થા ને ગેડીના અર્જુનસિંહ હેતુભા વઘેેલાએ મંગાવ્યો હતો.જેના વિરૂધ્ધ ફરીયાદ નોંધી ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલિસે આ જથ્થો ક્યાંથી મંગાવ્યો તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
સાય ગામે વાડામા રાખેલા 14 લાખના દારૂ સાથે બે ઝડપાયા
તો બીજી તરફ આડેસર પોલિસે પણ સાંય ગામે ગઇકાલે મોડીરાત્રે દરોડો પાડ્યો હતો. જેમાં સાય ગામે ગોપાલસિંહ જાડેજાના કબ્જાના વાડામાંથી લાખો રૂપીયાના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેની કિંમત 14 લાખ 60 હજાર થાય છે. દારૂના આ જથ્થા મામલે ત્રણ વ્યક્તિના નામ સામે આવ્યા હતા. જે પૈકી અલ્પસિંહ ઉર્ફે ગોપાલસિંહ જાડેજા અને શિવા જીવણ કોલી પોલિસના હાથે ઝડપાઇ ગયા છે. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજા ફરાર થઇ ગયા છે જેને ઝડપવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. જે.બી.ચૌધરીની બાતમીના આધારે પોલિસે આ કાર્યવાહી કરી હતી. જેમાં એક બાઇક મોબાઇલ સહિત કુલ 14.94 લાખનો મુદ્દામાલ પોલિસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત પોલિસ વિભાગના નવા પરિપત્ર મુજબ રેન્જ અને બ્રાન્ચના દરોડોમા સ્થાનીક પોલિસને સાથે ન રાખવાના જારી કરેલા ફરમાન પછી સ્થાનીક પોલિસ નાનામાં નાની બાતમી પર કામ કરી રહી છે. અને આવીજ બાતમીના આધારે બે દરોડોમા વાગડ વિસ્તારમાંથી તહેવારો પહેલા આવેલા લાખો રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપાયો છે. જો કે જથ્થો ક્યાથી આવ્યો તે હજુ સામે આવ્યુ નથી. જે દિશામા પોલિસે વધુ તપાસ શરૂ કરી છે.