મુન્દ્રા તાલુકાના છસરા ગામે થયેલી હિંસક જુથ અથણામણની ઘટના પછી મુન્દ્રામાં બનતી નજીવી બાબતોને લઇને પણ લોકોમાં ઉત્કંઠા હોય છે કે શુ થયુ પોલિસ પણ સતત સોશીયલ મિડીયા પર દરેક ઘટનાના પ્રત્યાઘાતો સહિતની વસ્તુઓ પર વોચ રાખી રહી છે ત્યારે મુન્દ્રાના ધબ્ર ગામે આજે જુની અદાવતમાં થયેલી મારામારીની ઘટનાને અફવાઓની બઝારે ચર્ચાસ્પદ બનાવી હતી જો કે પોલિસ તપાસમાં સ્પષ્ટ થયુ હતુ કે એકજ સમાજના બે જુથ્થો વચ્ચે જુની અદાવતમાં આ મારામારીની ઘટના બની હતી અને તેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બની છે જો કે ઇજાગ્રસ્ત થયેલા બન્ને વ્યક્તિને માથામાં ઇજા થવાથી પ્રાથમીક સારવાર આપ્યા બાદ ભુજ રીફર કરાયા છે બનાવ સંદર્ભે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે જો કે એક સમયે મુન્દ્રાના ધ્રબ ગામે જુથ્થ અથણામણમાં ત્રણ વ્યક્તિના મોત સહિતની વાતો વહેતી થઇ હતી તો સોશિયલ મિડીયામા પણ આવી ઘટના બની હોવાની વાતો વહેતી થઇ હતી જો કે મારામારી અંગેનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી પરંતુ એકજ સમાજના બે જુથ્થો વચ્ચે આ મારામારીની ઘટના બની હતી જેમાં બે વ્યકિત અસલમ ફકીરમામદ તુર્ક અને નુરમામદ ફકીરમામદ તુર્કને ઇજા પહોંચી હતી મારામારી બાદ અફવાઓને લઇને મુન્દ્રા પી.આઇ સહિતના અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.