રાપર તાલુકાના સઈ ગામેથી અજીતસિંહ ગેમરસિંહ જાડેજાએ સઈના દરબારગઢમાં ભુકંપ દરમિયાન બંધ પડેલા ખંડેર હાલતમાં રહેલા અજરણ ભાઈ વાળંદ શિવા મારાજ અને વેલા વસ્તા પટેલના રેઢા મકાનમા વિપુલ પ્રમાણમાં ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂ નો જથ્થો વેચાણ અર્થે ઉતારી ને છુપાવેલો હોવાની હકીકત રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર. એલ. રાઠોડ ને મળેલી તે જથ્થો પોલીસે જપ્ત કર્યોં છે જેમાં હેવડઁ 5000 સ્ટ્રૉંગ બિયર.130 પેટી.. ટુ બિયર ટીન..2 પેટી.. રોયલ ચેલેન્જર.189 પેટી મેકડોવેલસ્.20 પેટી.ડોલફીન ડીલકસ.226 પેટી દારૃના જથ્થા ને રાપર પોલીસ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો જેની કુલ કિંમત રૃપિયા. 16.400/ નો બિયર નો જથ્થોભારતીય વિદેશી બનાવટ નો દારૂના જથ્થા ની કિંમત.9.49.200.સાથે કુલ રૂપિયા. 21.43.800/= નો જથ્થો અને એક મોટર સાઇકલ કિંમત રૂપિયા 20000/=સાથે કુલ . 21.63.800/કચ્છ બોર્ડર રેન્જ ના આઈ. જી. ડી. બી. વાધેલા.. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરિક્ષિતા રાઠોડ અને ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર એલ રાઠોડ, પીએસઆઇ એન. વી. રહેવર, સામતભાઈ બરાડીયા,નથુપુરી ગૌસ્વામી,ખીમજી આહિર,જેઠા ભાઈ મુસાર,પ્રકાશ આહિર,પ્રવિણ રબારી,સેંધાજી પરમાર,પ્રકાશ દેલહાણિયા,જેસલ ડાભી, રાજેશસિંગ જાદવ,અમરસિંહ મોરી, કિશોર ભાઈ પરમાર,ઈદુ બેન જોશી, જસીબેન આહિર,રંજન બેન પ્રજાપતિ,હેતલ દેસાઈ, સહિતનો પોલીસ કાફલો આ કાર્યવાહીમાં જોડાયો હતો. જોકે આ જથો મગાવનાર પોલીસના હાથે આવ્યો નથી