બોર્ડર રેન્જના મહાનિરીક્ષક ડી.બી.વાઘેલાના માર્ગદર્શન અને સુચના ના આધારે રાધનપુર પોલિસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહીમાં પોલીસે તાજીયા ગેંગના કુખ્યાત સાગરીતને વિદેશી બનાવટના 15 જેટલા શસ્ત્રો અને અંગ્રેજી શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
પાટણ જિલ્લાના રાધનપુર નજીક કુંતાસરિ ગામે બાતમીના આધારે ત્રાટકેલી પોલીસને 300 બોટલ અંગ્રેજી દારૂ સાથે વિદેશી બનાવટની પિસ્તોલ,બંદૂક,અને તમંચા સહિત 15 જેટલા હથિયારો સાથે માજીરાણા ડાયાજી ઉકા નામના શખ્સને ઝડપ્યો છે ઝડપાયેલો આ શખ્સ તાજીયા ગેંગનો સાગરીત હોવાનું બહાર આવ્યું છે રાધનપુર પોલીસ અધિક્ષક એ.કે.વાઘેલા,પી.આઈ. આર.બી.ભટોળ,એલ.સી.બી.પી.એસ.આઈ.વાય.કે.ઝાલા સહીતના પોલીસ કાફલાએ હાથ ધરેલી આ કાર્યવાહીમાં દારૂ,હથિયારો અને 12 લાખની રોકડ સહિત 15લાખ 38 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એકટ અને પ્રોહીબિશન એકટ હેઠળ આરોપી સામે ગુન્હો દાખલ કરી આ કિસ્સામાં અન્ય સંડોવણી અને હથિયારોના નેટવર્કની વધુ તપાસ પાટણ એલ.સી.બી.એ હાથ ધરી છે.