ગળપાદર જેલથી આજે કોર્ટ મુદ્દતે આવેલા ભચાઉના કુખ્યાત શખ્સે આજે પોલિસ જાપ્તાને ચકમો આપી ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો અને જેમાં તે સફળ રહ્યો હતો જો કે પોલિસે ગણતરીની કલાકોમા તેને ઝડપી પાડ્યો છે આજે સવારે ગળપાદરથી પોલિસ જાપ્તા હેઠળ ભચાઉના કુખ્યાત શખ્સ શબ્બીરને ભચાઉ લવાયો હતો. શબ્બીર ઉપર ચોરી સહિત અન્ય 12 થી વધુ ગુન્હા છે અને તે ભચાઉનો કુખ્યાત શખ્સ મનાય છે તેવામા આજે કોર્ટ મુદ્દત બાદ તેણે બસમાંથી છંલાગ લગાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જે સફળ રહ્યો હતો પંરતુ પોલિસે શબ્બીરને ઝડપવા નાકાબંધી કરવા સહિત વિવિધ ટીમ બનાવી હતી જેમા ગણતરીના કલાકોમાં શબ્બીર ઝડપાઇ ગયો છે અને ભચાઉ પોલિસ તેની વધુ પુછપરછ હાથ ધરી છે.
ત્રણ કિ.મી રેલ્વે ટ્રેક પર દોડી ભચાઉ પોલિસે દબોચી લીધો
ભચાઉ વિસ્તારમાંથી નાસી ગયેલા શબ્બીરને ઝડપવા માટે આમતો પુર્વ કચ્છ જીલ્લાની મહત્વની પોલિસ કામે લાગી હતી પરંતુ ભચાઉ પોલિસને બાતમી મળી કે બપોરે પોલિસ જાપ્તામાંથી ફરાર થયેલો શબ્બીર ભચાઉ રેલ્વે સ્ટેશન નજીકના એક ટ્રક પર દેખાયો છે જેથી પોલિસે તેને ઝડપવા માટે પહોંચી જો કે પોલિસને જોઇ શબ્બીરે નાસવાનો પ્રયત્ન કર્યો પોલિસે તેનો ત્રણ કિ.મી સુધી પીછો કર્યો અને તેને દબોચી લીધો પોલિસ જાપ્તમાંથી નાસવા સંદર્ભે તેના વિરૂધ ભચાઉ પોલિસ અલગથી કાયદાકીય કાર્યવાહી કરશે પરંતુ થોડા કલાકોમાંજ શબ્બીર પોલિસની ગીરફ્તમાં આવી ગયો છે ઉપરા-ઉપરા પોલિસની કાર્યવાહી સામે ઉઠતા સવાલો વચ્ચે પોલિસે રીઢા ગુન્હેગારને ગણતરીની કલાકોમા ઝડપી કાયદાનુ ભાન કરાવ્યુ છે અને ગુન્હેગારને એક મેસેજ પણ આપ્યો છે કે તમારી દોડ ગમે તેટલી હશે અંતે તો પોલિસના કાયદાના સંકજામા આવવાનુ જ છે. જેમ શબ્બીર ઝડપાયો.