Home Crime કચ્છ ભાજપના નેતાઓ સાથે રાજસ્થાનમાં દેખાયેલો વાગડનો કુખ્યાત બુટલેગર અંતે પોલિસની  ગીરફ્તમાં 

કચ્છ ભાજપના નેતાઓ સાથે રાજસ્થાનમાં દેખાયેલો વાગડનો કુખ્યાત બુટલેગર અંતે પોલિસની  ગીરફ્તમાં 

5985
SHARE
વાગડ વિસ્તારમા 10થી વઘુ દારૂના મોટા જથ્થાને ઉતારનાર કુખ્યાત અને વિવાદીત બુટલેગર અંતે પોલિસની ગીરફ્તમા આવ્યો છે આમતો અગાઉ અનેક ગુન્હાઓમા તે પોલિસના હાથે ઝડપાઇ ચુક્યો છે પરંતુ તાજેતરમા તેના વિરૂધ્ધ પાસાની કાર્યવાહી થઇ હતી પરંતુ તે ફરાર થઇ ગયો હતો રાજસ્થાન બનાસકાંઠા વિસ્તારમાં ફરી રહ્યો હોવાની પોલિસને બાતમી પણ હતી પરંતુ દિપુભા જયેન્દ્રસિંહ જાડેજા ફરાર હતો જો કે તે વચ્ચે એક વિવાદ પણ થયો હતો અને પુર્વ કચ્છ પોલિસના ઝાંબાજ અધિકારીઓના હાથે ન લાગેલો દિપુભા જાડેજા કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા કે.ડી.સી.સીના પુર્વ ડાયરેક્ટર અને ગોગોદર ગામના આગેવાન અને જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ વાઘજી પ્રજાપતી સાથે રાજસ્થાનમાં દારૂની મહેફીલ અને રાજસ્થાની સંગીત-નૃત્ય માણતા નજરે પડ્યો હતો જેને લઇને કચ્છ ભાજપથી લઇ પ્રદેશ ભાજપ સુધી આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો અને કોગ્રેસે તેનો સોશિયલ મીડીયામા ખુબ વિરોધ પણ કર્યો હતો જો કે અંતે તે પુર્વ કચ્છ એલ.સી.બીના હાથે ઝડપાઇ ગયો છે પાટણના પાંટવી ગામની સીમમા દિપુભા છુપાયો હોવાની બાતમીના આધારે પોલિસે ઝડપી પાડ્યો છે.

પોલિસ ધરપકડની ફીરાકમા હતી કે વિવાદ થતા પકડવો પડ્યો ?

આમતો પોલિસે દિપુભાની અનેકવાર અલગ-અલગ ગુન્હાઓમાં ધરપકડ કરી છે પરંતુ રાપરમાં અનેક મોટા જથ્થા ઉતારનાર દિપુભા સાથે દારૂના કેસ વધતા તેના વિરૂધ પાસાની કાર્યવાહી કરાઇ હતી પુર્વ કચ્છ LCB આજે એક સત્તાવાર પ્રેસનોટ જાહેર કરી માહિતી આપી હતી કે દિપુભાની પાસા તળે ધરપકડ કરાઇ છે પોલિસ તેની વોચમા હતી અને તે રાજસ્થાન બનાસકાંઠા વિસ્તારમા ફરતો હોવાની બાતમી બાદ પોલિસે પાટણ નજીકના સીમ વિસ્તારમાંથી 7 કિ.મી તેનો પીંછો કરી તેને ઝડપી પાડ્યો છે જો કે સોશિયલ મીડીયામા ત્રણ દિવસ અગાઉજ ફોટો અને વિડીયો પુરાવા સામે આવ્યા હતા જેમા તે ભાજપના નેતાઓ સાથે મજા માણતો જોવા મળ્યો હતો અને અંતે પોલીસે તેને ઝડપી પાડ્યો.

શું આ બુટલેગરને આશરો આપનાર અને સંપર્કમા રહેનાર સામે કાર્યવાહી થશે ?

હાલમાંજ છસરા સહિત પશ્ર્ચિમ અને પુર્વ કચ્છમાં બનેલા ચકચારી કિસ્સા પછી પોલિસ ગુન્હેગારોને ખુલ્લી ચેતવણીઓ સાથે નિવેદન કર્યુ હતુ કે ગુન્હેગારોને છાવરનાર સામે પણ પોલિસ કાર્યવાહી કરશે અને છસરા જેવા કેસમાં તો પોલિસ હત્યારાને આશરો આપનાર સામે પુરતા મજબુત પુરાવા મેળવવા તપાસ પણ કરી રહી છે પરંતુ અહી સવાલ એ છે કે વાગડનો આ કુખ્યાત બુટલેગર પાસા જેવી કાર્યવાહીથી બચતો હતો અને ધરપકડ ખાળવા સાથે કચ્છ ભાજપના નેતાઓ સાથે રાજસ્થાનમાં મજા માણતો દેખાયો હતો ત્યારે આ કિસ્સામાં પોલિસ બુટલેગર સાથે દેખાયેલા ભાજપના નેતાઓની પુછપરછ કે નિવેદન લેશે?
ગુન્હેગારો અને રાજકીય નેતાઓની જુગલબંધી એ કોઇ નવી વાત નથી અગાઉ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પોલિસથી બચતા આરોપીઓ નેતાઓની મીઠી નજર હેઠળ બિન્ધાસ્ત ફરતા દેખાયા છે અને આવુજ કઇક વાગડના કુખ્યાત બુટલેગરના કિસ્સામા પણ સામે આવ્યુ હતુ પોલિસ જેને શોધી રહી હતી તેવામા તે ભાજપના નેતા સાથે દેખાયો અને વિવાદના થોડા દિવસો બાદ હવે તે પોલિસની ગીરફ્તમા છે જો કે પાસાની કાર્યવાહી બાદ હાલ તેને સુરત લાજપોર જેલ હવાલે કરાયો છે.