Home Crime કચ્છમા અકસ્માતોની વણઝાર : ત્રણ અકસ્માતમા ચારના મોત 13થી વધુ ઇજાગ્રસ્ત 

કચ્છમા અકસ્માતોની વણઝાર : ત્રણ અકસ્માતમા ચારના મોત 13થી વધુ ઇજાગ્રસ્ત 

1408
SHARE
કચ્છમા આજે વિવિધ વિસ્તારોમા માર્ગ અકસ્માતો અનેક જીંદગીઓ માટે જીવલેણ સાબીત થયા હતા. કચ્છમાં વહેલી સવારથી અકસ્માતોની વણઝાર સર્જાઇ હતી સવારે ભુજથી કેશોદ જઇ રહેલી એસ.ટી બસનો અંજારના સાપેડા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચવા સાથે 12 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા તો સમી સાંજે મંગવાણા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભંયકર હતો કે અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી જેમા ત્રણ યુવાનની જીંદગી હોમાઇ ગઇ હતી તો રાત્રે મુન્દ્રા મધ્યે અદાણી રોડ પાસે એક અકસ્માત સર્જાયો હતો જે બાઇક ચાલક યુવાન માટે પ્રાણઘાતક નિવડ્યો હતો.

રોંગ સાઇડમા આવતી ઘાસ ભરેલી ટ્રક સાથે એસ.ટી. બસનો અકસ્માત 

આજે વહેલી સવારે ભુજથી કેશોદ જવા માટે નિકળેલી એસ.ટી.બસનો અંજારના સાપેડા નજીક અકસ્માત સર્જાયો હતો જો કે સદ્દનશીબે મોટી જાનહાની ટળી હતી પરંતુ અકસ્માતમા ડ્રાઇવને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી જ્યારે બસમા સવાર 12 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી કેટલાક ઘાયલોને અંજાર જ્યારે વધુ ઇજાગ્રસ્ત ડ્રાઇવરને ભુજ સારવાર માટે ખસેડાયો હતો. પોલિસની પ્રાથમીક તપાસમાં રોંગ સાઇડથી ઘાસ ભરેલી ટ્રકની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો હોવાનુ સામે આવ્યુ હતુ પરંતુ બસ ડ્રાઇવરની સમયસુચકતાથી મોટી જાનહાની ટળી હતી.

મંગવાણા પાસે અકસ્માત બાદ લાગેલી આગમા 3 ભુંજાઇ ગયા 

આજે સાંજે મંગવાણાથી ગઢશીસા માલની ડીલેવરી આપવા જઇ રહેલા પીકઅપ વાહનને મંગવાણા ગઢશીસા ત્રીભેટે અકસ્માત નડ્યો હતો ગોલાઇ પર સર્જાયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત બાદ પીકઅપ વાહનમા આગ લાગી હતી જે ડમ્પરમા પણ ફેલાઇ હતી પરંતુ યોગ્ય સારવાર કે ફાયરની ટીમ પહોંચ તે પહેલાજ ગાડીમા બેઠલી ત્રણ વ્યક્તિઓ આગમાં ખાખ થઇ ગઇ હતી ભુજથી ફાયર વિભાગની ટીમ સાથે પોલિસના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી જેમા મૃતક તુલસીયાની પ્રેમચંદ કિશનચંદ,હિરેનગર રામગર ગોસ્વામી અને ભરતસિંહ શંભુસિહ ચૌહાણના આ ઘટનામા મોત નીપજ્યા હતા મૃતક પૈકી બે નખત્રાણા જ્યારે એક મુળ અબડાસાના રહેવાસી છે નખત્રાણા પોલિસે બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

મુન્દ્રા અદાણી બંદર નજીક છકડો અને બાઇક વચ્ચે અકસ્માતમા યુવાનનુ મોત 

તો રાત્રે મુન્દ્રાના અદાણી રોડ પર એક અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે આજે રાત્રે કોઇ કામથી મુન્દ્રા અદાણી રોડ બે બાઇક સવારોનો છકડો રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર બેઠલા એક યુવાનનુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ જ્યારે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત બનતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે અકસ્માત અંગે મુન્દ્રા પોલિસ વધુ તપાસ હાથ ધરશે.