Home Crime ભચાઉ નજીક ગમખ્વાર અકસ્માત : ભુજના એક જ પરિવારના 10 ના મોત

ભચાઉ નજીક ગમખ્વાર અકસ્માત : ભુજના એક જ પરિવારના 10 ના મોત

14354
SHARE
ભચાઉના ચીરઇ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે બે કલાકની જહેમત બાદ ઇનોવા કારમાંથી મૃતદેહ બહાર કાઢી શકાયા હતા ભચાઉના ચીરઇ નજીક સાંજે આ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રીપલ અકસ્માતમાં બે ટ્રેલર વચ્ચે ઇનોવા કાર આવી ગઇ હતી ઘટનાની જાણ થતાજ વહીવટી તંત્ર સાથે પોલિસની ટીમ પહોંચી હતી અને રાત્રે 8 વાગ્યા આસપાસ તમામ મૃતદેહો કાઢી શકાયા હતા બનાવ સંદર્ભે ભચાઉના પોલિસ અધીકારીએ આપેલી પ્રાથમીક માહિતી મુજબ 10 મૃતદેહોને તેઓએ કારમાંથી બહાર કાઢ્યા છે જો કે 108 મારફતે અને ખાનગી વાહનોમા પણ કેટલાક લોકોને સારવાર માટે ખસેડાયા હતા જેમની સ્થિતી પણ નાજુક હતી સુત્રો તરફથી મળેલી પ્રાથમીક માહિતી મુજબ મૃતકો તમામ ભુજના છે અને જેષ્ઠાનગર વિસ્તારમાં રહે છે એકજ પરિવારના સભ્યો દર્શન માટે જતા હતા તેવુ પણ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. અકસ્માતગ્રસ્ત પરિવાર ભચાઉ મોગલધામ દર્શન માટે ગયો હતો. અને ત્યાથી તેઓ પરત ગાંધીધામ જવા માટે નિકળ્યા હતા અકસ્માતના થોડા સમય પહેલા જે પરિવારના સભ્યએ ગાંધીધામ તેમના કુટુંબીને ફોન કર્યો હતો અને ત્યાર બાદ અકસ્માત સર્જાયો હતો બે ટ્રેલર વચ્ચે ઇનોવા કારનો અકસ્માત એટલો ભંયકર હતો કે બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢી શકાયા હતા. ઘટનાની જાણ થતા ભુજથી તેમના પરિવાર સહિતના અન્ય સભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા મૂળ રાજસ્થાનના ભુજમાં રહેતા ધોબી પરિવારને આ કમકમાટીભર્યો ભર્યો અકસ્માત નડ્યો છે અકસ્માતના સમાચારથી સમગ્ર કચ્છમા ચકચાર ફેલાઇ છે..

અકસ્માતના મૃતકોના નામ

1.અશોકભાઈ ગિરધારીલાલ કોટિયા (44) ભુજ.
2.પૂનમબેન રમેશભાઈ કોટિયા(40)
3.નિર્મલાબેન અશોકભાઈ કોટિયા(38)
4.મોનીકા દિનેશ કોટિયા(15)
5.નંદિની અશોક કોટિયા (16)
6.તૃપ્તિ દિનેશ કોટિયા (16)
7 મોહીન રમેશ કોટિયા (10)
8 ભવ્ય અશોકભાઈ કોટિયા (12)
9.હિતેશ સુનિલભાઈ (20) માધાપર
10.અર્જુન સુનિલભાઈ (18) માધાપર