Home Crime ભુજના જાણીતા બિલ્ડર ડેવલોપર્સ અને ૩ મહિલાઓ સહિત ૬ સામે ૨૧.૫૦ લાખની...

ભુજના જાણીતા બિલ્ડર ડેવલોપર્સ અને ૩ મહિલાઓ સહિત ૬ સામે ૨૧.૫૦ લાખની ઠગાઈની ફરિયાદ થી ચકચાર

2852
SHARE
ફ્લેટ વેંચવાના નામે રૂપિયા લઈ તે ફ્લેટ અન્ય ને વેંચી નાખવાના કિસ્સામાં ભુજના જાણીતા બિલ્ડર ડેવલોપર્સ સહિત કુલ ૬ સામે ઠગાઈની કરાયેલી ફરિયાદે ચકચાર સર્જી છે. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે દાખલ કરાયેલી પોલીસ ફરિયાદ માં એક સાથે ત્રણ ફ્લેટ વેંચવાના નામે કુલ ૨૧ લાખ ૫૦ હજાર ₹ ની ઠગાઈની ફરિયાદ નોંધાઇ છે.

શું છે ફરિયાદ?કોની સામે છે ફરિયાદ?

ભુજ માધાપર રોડ ઉપર આવેલા હાલાઈ નગર માં રહેતા અને જમીન સર્વે નું કામ કરતા અરવિંદ શંકરલાલ ઠક્કર અને તેમના પુત્ર મેહુલ અરવિંદ ઠક્કરે ભુજ એ ડિવિઝન પોલીસ માં ભુજના જાણીતા બિલ્ડર્સ અને ડેવલોપર્સ નીતિન વસંતલાલ કેશવાણી અને અન્ય પાંચ જણા વિરુદ્ધ ઠગાઈ, વિશ્વાસઘાત ની ફરિયાદ લખાવી છે. પોલીસ એફઆઈઆર માં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અરવિંદભાઈ અને તેમના પુત્ર મેહુલને નીતિન કેશવાણી એ પોતાના સગા તેમ જ પરિચિત પાસેથી ત્રણ ફ્લેટો વેંચાતા લઈ આપવાની વાત કરી હતી. ૨૦૧૪ માં ભુજના વીઆરપી નગર પાસે આવેલા વુડમૂડ એપાર્ટમેન્ટ મા આવેલા આ ફ્લેટ નંબર ૩૦૨, ૩૦૩, ૩૦૪ ખરીદવા માટે તૈયાર થયેલા ફરિયાદી પિતા પુત્ર ની સાથે આ ફ્લેટ નંબર ૩૦૨ ના માલિક રક્ષાબેન સંજીવ ગોર, સંજીવ ચંપકલાલ ગોર, (રહે. આરટીઓ,ભુજ), ફ્લેટ નંબર ૩૦૩ ના માલિક શિવાંગી મિતકુમાર ડુડિયા (રહે. સવાયા ફળીયા,ભુજ), ફ્લેટ નંબર ૩૦૪ ના માલિક વસંતલાલ મગનલાલ કેશવાણી, નયનાબેન વસંતલાલ કેશવાણી ની સાથે નીતિન કેશવાણી એ બેઠક કરાવીને સોદો ફાઇનલ કરાવ્યો હતો. ફરિયાદીએ ચાર વર્ષ પૂર્વે જ ૨૦૧૪ ની સાલ માં ફ્લેટ ન. ૩૦૨ માટે ૩.૫૦ લાખ ₹ ના ચેક અને ૪ લાખ રોકડા મળીને ૭.૫૦ લાખ ₹, ફ્લેટ નં. ૩૦૩ માટે ૩.૫૦ ₹ ના ચેક અને ૪ લાખ ₹ રોકડા મળીને ૭.૫૦ લાખ ₹ તેમ જ ફ્લેટ ન. ૩૦૪ માટે ૩ લાખ ₹ ના ચેક અને ૩ લાખ રોકડા મળીને ૬.૫૦ લાખ ₹ એમ ત્રણ ફ્લેટો માટે ૧૦ લાખ ₹ ચેક થી અને ૧૧.૫૦ લાખ ₹ રોકડા એમ કુલ મળીને ૨૧.૫૦ લાખ ₹ ચુકવ્યા હતા. ૨૦૧૪ માં થયેલા આ નાણાકીય વ્યવહાર સમયે ફ્લેટ માલિકોએ આ ફ્લેટ ખરીદનાર ના પાવરદાર રઘુવીરસિંહ લાલુભા જાડેજા, મહાવીર નગર, ભુજ ની તરફેણ માં નોટરી અને એડવોકેટ અવનીશ ઠક્કર સમક્ષ પાવરનામું કરી આપ્યું હતું, અને ફરિયાદીને ચૂકતે પેમેન્ટ ની પહોંચ બનાવી આપી હતી. જોકે, આ ફ્લેટના રજીસ્ટર દસ્તાવેજ કરવાનું નક્કી કરતા ફરિયાદી અરવિંદભાઈ અને મેહુલ ઠક્કરને ખ્યાલ આવ્યો હતો કે, આ ફ્લેટ અન્ય ને વેંચી દેવા માં આવ્યા છે. એટલે તેમણે આ સોદો કરાવનાર નીતિન વસંતલાલ કેશવાણી નું ધ્યાન દોરતા યોગ્ય જવાબ નહિ મળતા તેમણે ફ્લેટ માલિકો ને વાત કરી નીતિન કેશવાણીને ઘેર બેઠક કરી હતી.બધા એ સાથે મળીને પોતાની સાથે ઠગાઈ કરી છે એવો ખ્યાલ આવતા ફરિયાદીએ પોલીસનું શરણું લીધું છે. ભુજ એ ડિવિઝન પોલીસે અરવિંદ શંકરલાલ ઠક્કર અને તેમના પુત્ર મેહુલની ફરિયાદ લઈને ત્રણેય ફ્લેટ ના પાંચ માલિકો શિવાંગી મિતકુમાર ડુડિયા, રક્ષાબેન સંજીવ ગોર, સંજીવ ચંપકલાલ ગોર, વસંતલાલ મગનલાલ કેશવાણી, નયનાબેન વસંતલાલ કેશવાણી ઉપરાંત આ સોદો કરાવનારા નીતિન વસંતલાલ કેશવાણી ઉપર ઠગાઈ અને વિશ્વાસઘાત ની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.