Home Crime અંજાર માં ૩ હજાર રૂપિયાની ઉઘરાણી માટે ખૂન – બે ની ધરપકડ

અંજાર માં ૩ હજાર રૂપિયાની ઉઘરાણી માટે ખૂન – બે ની ધરપકડ

5323
SHARE
અંજાર ના વરસાણા પાસે ગત તા. ૧૪ જાન્યુઆરી મળેલી ઇજાગ્રસ્ત હાલતમાં લાશ નો ભેદ ઉકેલાઈ ગયો છે. વરસાણા પાસે ટીમ્બર કંપની માં કામ કરતા મજૂર ૩૦ વર્ષીય ઇન્દ્રામણી ગૌડા નો મૃતદેહ માથા અને મો ની છૂંદાયેલી હાલત માં મળી આવ્યો હતો. આ અંગે મૃતકના સાઢુભાઈ પંચાનન ગૌડાએ પોલીસને જાણ કરી હતી. અંજાર પોલીસે આ અંગે વધુ તપાસ કરી તો રૂપિયાની લેતીદેતી નો મામલો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, હત્યા માત્ર ૩ હજાર રૂપિયાની ઉઘરાણી માટે થઈ હોવાનું ખુલ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરીને
આ ગુના ના આરોપીઓ (૧) ગોવિંદ કંગુર ગૌડા ઉ.વ.૨૩ રહે. મુળ પીતલ થાના આસ્કા તા.આસ્કા જી.ગંજમ (ઓરીસ્સા) હાલે રહે.સરવે નં-૬ /૭ લેબર કોલોની ચૌધરી ટીમ્બર ઈન્ડ.પ્રા.લીમી. વરસાણા સીમ તા.અંજાર તથા (૨) સુશાંત કાંધીયા બહેરા ઉ.વ.૨૪ રહે. મુળ ભાલીયા પાડા થાના સુરડા તા.સુરડા જી.ગંજમ (ઓરીસ્સા) હાલે રહે.સરવે નં-૬ /૭ લેબર કોલોની ચૌધરી ટીમ્બર ઈન્ડ.પ્રા.લીમી. વરસાણા સીમ તા.અંજાર ને ગઈકાલે ઝડપી પાડ્યા હતા. આરોપી નં-૧ ગોવિદ ગૌડાએ મૃતક ઇન્દ્રામણી સોલા ગૌડાને રૂપીયા ૩૦૦૦/- હાથ ઉછીના આપ્યા હતા. જે ઇન્દ્રમણી પરત આપતો ન હોઇ જેનુ મનદુખ રાખી આ આરોપીઓએ સાથે મળી ઇન્દ્રમણી ગૌડાને માંથા તથા મોઢાના ભાગે પથ્થરો મારી ક્રૂરતા પૂર્વક તેનું મોત નિપજાવ્યુ હતું. આ ગુના નો ભેદ ઉકેલવામાં પીઆઇ આર.એલ રાઠોડ, પીએસઆઇ જે. જે. જાડેજા તથા હેડ કોન્સટેબલ સુખદેવસિંહ મહિપતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા, જયુભા રમુભા જાડેજા, કોન્સટેબલ રાજદિપસિંહ અજીતસિંહ જાડેજા, ગૌતમભાઇ રાજુભાઇ સોંલકી, વિજયસિંહ સહદેવસિંહ ઝાલા, વનરાજસિંહ પ્રવિણસિંહ દેવલ, દિવ્યરાજસિંહ કીરીટસિંહ સીસોદીયા સાથે રહ્યા હતા.