ભચાઉ નગર પાલિકા કચેરી પાસે જ આજે એકાએક એક જીપ કાર સળગી ઉઠતા અફરાતફરી સર્જાઈ હતી જાહેર માર્ગ પર જ જીપ કારમાં આગ લાગતા એક સમયે નાસભાગ મચી ગઇ હતી જોકે પાલિકાના ફાયર ફાઈટરે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો કાર મલિક એવા ભવાનીપુરના રહેવાસી નગર પાલિકા માં દાખલો કઢાવા માટે આવ્યા હતા જીપ પાર્ક કરી તેઓ અંદર ગયા અને કાર સળગી ઉઠી જોકે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યુ નથી પરંતુ આગ લાગવાની જાણ થતાં પાલિકાના અશ્વિન ઠક્કર અને ફાયર બ્રિગેડના પ્રવીણ દાફડા સહિતના ફાયર કર્મીની ટીમે માત્ર 5 મિનિટમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. થોડી વાર માજ લોકોનું ટોળું એકત્ર થયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ જાહેર માર્ગ પર આગની ઘટના એ બધાને દોડતા કર્યા હતા.