Home Crime છબીલ પટેલે મનીષા સાથે મળી ઘડ્યું જેન્તી ભાનુશાલીની હત્યાનું કાવતરું – રેલડી...

છબીલ પટેલે મનીષા સાથે મળી ઘડ્યું જેન્તી ભાનુશાલીની હત્યાનું કાવતરું – રેલડી ફાર્મ માં રોકાયા હતા હત્યારાઓ

13378
SHARE
લાંબા સમય થી ચર્ચામાં રહેનાર જેન્તી ભાનુશાલી હત્યા કેસ નો ભેદ અંતે પોલીસે ઉકેલી લીધો છે. સીઆઇડી ક્રાઈમ ના એડિશનલ ડી.જી. અજય તોમરે આજે અમદાવાદ માં આ હાઈપ્રોફાઈલ હત્યા કેસમાં સિલસીલાબંધ જાણકારી આપી હતી.

કેવી રીતે ઘડાયું હતું કાવતરું?

છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ જેન્તી ભાનુશાલી ની હત્યાનું કાવતરું રચ્યું હતું. સીઆઇડી ક્રાઈમ ના અજય તોમરે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, છબીલ પટેલ ના રેલડી (ભુજ) મધ્યે આવેલ ફાર્મ ઉપર ૨૫/૧૨/૧૮ ના પુના મહારાષ્ટ્ર ના યરવડા ગામના બે ખુંખાર ગુનેગારો શશીકાંત તામ્બલે અને શેખ અનવર એ બન્ને સાથે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ બેઠક કરી હતી. આ બન્ને ગુનેગારો ઉપર યરવડા મધ્યે અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ હત્યા કેસમાં સુરજીત ભાઉ નું નામ પણ ખુલ્યું છે, સુરજીત ભાઉએ જ બન્ને શાર્પ શૂટરો ની છબીલ અને મનીષા સાથે મુલાકાત કરાવી હતી. પોલીસે છબીલ પટેલ ના ફાર્મ ઉપર થી બે માણસો ની પ્રવિણ પટેલ અને જગદીશ પટેલની ધરપકડ કરી છે. જેમણે શાર્પ શૂટરો અને, છબીલ, મનીષા ની બેઠક ની કબૂલાત કરી છે. ૨૫ થી ૨૮ ડિસેમ્બર ત્રણ દિવસ છબીલ પટેલના રેલડી ફાર્મ પર હત્યારા રોકાયા હતા. બાદ આ આ હત્યારાઓ ફરી ૩ જી જાન્યુઆરી એ કચ્છ આવ્યા હતા. તેમની વ્યવસ્થા મનીષા ગોસ્વામીએ કરી હતી. જેન્તી ભાનુશાલી ના કચ્છ ના પ્રવાસ દરમ્યાન આ આરોપીઓએ રેકી કરી હતી અને ૭ મીએ રાત્રે મધરાતે જેન્તી ભાનુશાલી ને ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી હતી. પોલીસ ને બન્ને શાર્પ શૂટરો શશીકાંત અને શેખ ના સીસી ટીવી ફૂટેજ સામખીયાળી ટોલ નાકે મળ્યા છે. ટુક સમય માં જ બન્ને હત્યારા ઝડપાઇ જશે અને પોલીસ ની તેમના પર નજર છે. છબીલ પટેલ અમેરિકા નહિ પણ મસ્ક્ત ગયા છે. તેઓ હત્યા પહેલા ૨ જી જાન્યુઆરી ના મસ્ક્ત ગયા છે. મનીષા ને રૂપિયાની લેતીદેતી માટે અને છબીલ ને સીડી મામલે જેન્તી ભાનુશાલી સાથે વાંધો હતો.