Home Crime ભોજાયના જૈન વ્યાપારીને બોગસ દસ્તાવેજો દ્વારા જમીન વેંચવા બદલ મુંબઈના દહીંસર,ચીંચબંદરના કચ્છીઓ...

ભોજાયના જૈન વ્યાપારીને બોગસ દસ્તાવેજો દ્વારા જમીન વેંચવા બદલ મુંબઈના દહીંસર,ચીંચબંદરના કચ્છીઓ સહિત ૪ ને જેલ

14294
SHARE
કચ્છમાં વધતા જતા જમીન સંબધિત ગુનાઓ સામે માંડવી કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. માંડવી તાલુકાના ભોજાય ગામના મુંબઈ સ્થિત જૈન ગૃહસ્થે સાંભરાઈ (હાલાપર) ગામમાં ખરીદેલી જમીન તેમને બોગસ દસ્તાવેજો બનાવીને આપાઈ હતી. જેનું તેમને ધ્યાન આવતા તેમણે માંડવી કોર્ટમાં કેસ કર્યો હતો. જે અંતર્ગત અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન. જી. પરમારે ૪આરોપીઓને ૩ વર્ષની જેલ ની સજા ફટકારીને ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.

મુંબઈના દહીંસર અને ચીંચબંદર ના કચ્છીઓ સહિત ૪ આરોપીઓને થઈ જેલ

માંડવી તાલુકાના ભોજાય ગામના પ્રેમજી જેઠાભાઇ દેઢીયાને બાજુમાં જ આવેલા સાંભરાઈ ગામના સર્વે નંબર ૧૩૦/૨ વાળી જમીન ખરીદી હતી. દરમ્યાન પ્રેમજી જેઠાભાઇ દેઢિયાને એ ખ્યાલ આવ્યો હતો કે, તેમની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ છે. એટલે તેમણે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે અંતર્ગત ૪ આરોપીઓને ત્રણ વર્ષની જેલની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો. મુંબઈ કે બહારગામ રહેતા કચ્છી માડુઓને સાવધાન કરતા આ કિસ્સામાં સાંભરાઈ ગામના દેવજી તેજશી શાહ ના પરિવાર માં કોઈ પણ ન હોઈ તેમની જમીન પચાવી પાડીને તેમના નામે ખોટી ઓળખ ઉભી કરીને સર્વે નંબર ૧૩૦/૨ વાળી જમીન ભોજાય ગામના પ્રેમજી જેઠાભાઇ દેઢિયાને વેચવામાં આવી હતી. આ કિસ્સામાં મુંબઈ દહીંસર માં ફ્લેટ ન. ૭૦૪ અર્થ રેસિડેન્સી,રહેતા રસિક અમરશી વાઘેલા (દરજી) એ પોતાની ખોટી ઓળખ દેવજી ખેતશી શાહ તરીકે આપીને માંડવી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ૬/૯/૨૦૦૬ ના ખોટી સહી કરીને દસ્તાવેજ કર્યો હતો. વિશ્વાસઘાત અને છેતરપિંડી ના આ સમગ્ર કિસ્સામાં સાંભરાઈ ગામના કિરીટ હિરજી શાહ (જૈન), મુંબઈ ના ચીંચબંદર, કેશવજી નાયક રોડ ઉપર રહેતા પ્રતાપ કલ્યાણજી શાહ, સાંભરાઈ ગામના હાજી ઉંમર ઉઠાર અને સુરુભા જીતુભા જાડેજાએ સાથ સહકાર આપ્યો હતો. માંડવી કોર્ટ માં ચાલેલા આ કેસ માં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન. જી. પરમારે ૧૯ જેટલા સાક્ષીઓ તપાસીને ૪૧ પાનામાં વિસ્તૃત છણાવટ સાથે ચારે ચાર આરોપીઓ ને ઇન્ડિયન પીનલ કોડ ની વિવિધ કલમો તળે ૩ વર્ષની કેદની સજા કરતો હુકમ કર્યો છે. આ કેસ માં સરકારી વકીલ એન.એન. જોગીએ દલીલો કરી હતી.
કચ્છ બહાર રહેતા અને કચ્છ માં જમીન ધરાવતા અનેક કચ્છી પરિવારો ને જ્યારે તેમની જમીન પડાવી લેવાના કે તેમની જાણ બહાર વેંચી નાખવાના વધતા જતા કિસ્સાઓમાં માથાભારે તત્વોમાં ધાક બેસાડતો આ ચુકાદો છે.