આમતો કચ્છમા દર વર્ષે દેશ-વિદેશના સીમાડા ઓળંગી અનેક પક્ષીઓ કચ્છના મહેમાન બને છે પરંતુ એક કબુતરે કચ્છની તમામ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી છે કેમકે શાંતીના દુત એવું કબુતર ચાઇનાથી આવ્યુ હોવાનુ અનુમાન છે. એટલે..વિગતે જાણીએ તો આ મામલે બી-ડીવીઝન પોલિસને આ કબુતર શેખપીર પાસે હોવાનુ ત્યાના એક દુકાનદારે જણાવ્યુ હતુ અને તેના પગ પર રીંગ દેખાતા વેપારીને શંકા ગઇ હતી રીંગ સાથેનુ કબુતર પોલિસે ગીરફ્તમા લીધુ અને તેની ઉંડાણ પુર્વક તપાસ કરી તો તેના પગ પર ચાઇનીઝ ભાષામા લખાણ સાથેની રીંગ મળી અને આ કબુતર ચાઇનામા લુપ્ત પક્ષીઓની પ્રજાતી પૈકીનુ એક હોવાનુ પણ સામે આવ્યુ છે.
કેમ એજન્સીઓ આ મામલે ગંભીરતાથી લઇ રહી છે?
કચ્છમાં આમતો અનેકવાર આવી ઘટનાઓ બની છે સામેપાર દુશ્મન દેશ પાકિસ્તાનમાં અનેક લોકો શિકાર માટે આવે છે અને તેઓ આવા પક્ષીઓનો શિકારી પ્રવૃતિની સાથે માહિતી માટે ઉપયોગ કરતા હોવાનુ સામે આવતુ હોય છે. પરંતુ આ વખતે પક્ષી રહેણાકી વિસ્તારમા પહોંચી આવ્યુ અને સુરક્ષા એજન્સીના હાથે લાગ્યુ પરંતુ હાલ જ્યારે આંતકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ પુર્ણ સ્થિતી છે અને સમગ્ર દેશમા અલર્ટ જારી કરાયુ છે ત્યારે આ કબુતર અને તેના પર ચાઇનીઝ ભાષામા લખેલા લખાણને એજન્સીઓ ગંભારતાથી લઇ રહી છે ચોક્કસ ટેકનિકલી તપાસ અને અન્ય નિષ્ણાંતોની મદદથી થયેલી પ્રાથમીક તપાસમાં શાંતીનુ દુત શંકાસ્પદ નથી પરંતુ ક્યા ઉપયોગ માટે તે કચ્છ સુધી પહોંચી આવ્યુ તે એજન્સીઓ તપાસમા બહાર લાવવા માંગે છે અને તેથીજ પક્ષીને હાલ તેમની ગીરફ્તમાં રખાયુ છે. પરંતુ તપાસ બાદ કાઇ શંકાસ્પદ બાબત સામે નહી આવે તો તેને મુક્ત કરાશે.