ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, કચ્છના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની હત્યા કેસમાં એક પછી એક ચોકવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે શરૂઆતમાં થોડો સમય પોલીસની ધીમી તપાસ મિડીયામાં અને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી, તો ભાનુશાલી સમાજ દ્વારા પણ રેલી યોજીને જેન્તીભાઈના હત્યારાઓને ઝડપભેર પકડી પાડવા માંગ કરાઈ હતી ગત ૭ જાન્યુઆરીની રાત્રે સયાજી એક્સપ્રેસ ટ્રેનના ફર્સ્ટ કલાસ કોચમાં બંદૂકની ગોળીએ કરાયેલી જેન્તીભાઈની હત્યાનો ગુનો ૮ મી જાન્યુઆરીએ રેલવે પોલીસે નોંધીને ૫ વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી ભાજપના જ બે નેતાઓના રાજકીય વેરઝેરને સાંકળતા આ હત્યાના બનાવ સંદર્ભે સરકારે સીટની રચના કરી ત્યાં સુધી આ સમગ્ર કેસમાં રાજકારણ હાવી રહેશે એવી ચર્ચાઓ પણ થતી રહી હતી તેમાંયે હત્યા પહેલા વિદેશ નીકળી ગયેલા છબીલ પટેલ તેમની સામે થયેલ ફરિયાદ પછી તેમજ પોલીસ તપાસમાં પણ તેમનું નામ જાહેર કરાયા પછી જે રીતે સોશ્યલ મીડીયામાં સક્રીય હતા ત્યાં સુધી આ કેસમાં તેમનો રાજકીય પ્રભાવ અસર કરશે એવી પણ અટકળો લોકોમાં અને રાજકીય વર્તુળોમાં પણ થતી હતી પણ, માર્ચ મહિનાના પ્રારંભે ૫૦ દિવસની પોલીસ તપાસમાં જે રીતે એક પછી એક તથ્યો બહાર આવી રહ્યા છે અને ખુલાસાઓ થઈ રહ્યા છે, તેમણે લોકોનો સુર પલટાવી નાખ્યો છે અને કોઈ પણ જાતના રાજકીય દબાણ વગર પોલીસ તપાસ થઈ રહી છે એવી ચર્ચા છે.
સરકાર અને પોલીસના કડક વલણ પગલે છબીલ પટેલ હાજર થવા મજબૂર?
જેન્તી ભાનુશાલીની હત્યા પહેલાં છબીલ પટેલ વિદેશના પ્રવાસે ઉપડી ગયા અને અહીં તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ હત્યા કેસમાં તેમના ઉછળેલા નામ અંગે સતત રદિયો આપતા રહ્યા શરૂઆતની તપાસ દરમ્યાન છબીલ પટેલ પોતાની રાજકીય વગના કારણે કાયદાની પક્ડથી દુર રહી શકશે એવી ચર્ચા હતી પણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયબ્રન્ટ ગુજરાતના પ્રવાસ બાદ તુરતજ આ કેસમાં પોલીસે એક પછી એક ધડાકાઓ કરીને એ સંકેત આપી દીધો ભાજપના દિગ્ગજ નેતાઓ કે સરકાર જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ક્યાંયે કોઈ દબાણ વગર પોલીસને તપાસ માટે ફ્રી હેન્ડ આપી દીધો છે જોકે, સેક્સ ક્લિપના મુદ્દે જેન્તી ભાનુશાલીનો મોબાઈલ, મનીષા ગોસ્વામીનો મોબાઈલ ઉપરાંત છબીલ પટેલ અને તેમના પુત્ર સિદ્ધાર્થના મોબાઈલ, કોમ્પ્યુટર તેમ જ વિડિઓ સિડી જેવા પુરાવાઓ વિશે ભાજપના મોટા નેતાઓ જાણવા માંગતા હોવાની ચર્ચા પણ હોઈ ફરી વાર ક્યાંયે કોઈ બ્લેકમેઇલ કરી શકે એ વિશેનો મુદ્દો પણ ચર્ચામાં હોઈ આ કેસની તપાસ ગંભીરતા તેમ જ ગુપ્તતા સાથે આગળ વધી રહી છે પોલીસ કે સરકારી વકીલ માત્ર ખપ પૂરતી જ વાત મીડીયા સમક્ષ કરે છે પણ, પોલીસ તપાસનો તાળો મેળવીએ તો છબીલ પટેલને પકડવા કલમ ૭૦ હેઠળ મેળવાયેલું પકડ વોરન્ટ તેમજ તપાસ અને મિલકત જપ્તિ માટેની મંજૂરી માટેની પોલીસ કાર્યવાહી દરમ્યાન છબીલ પટેલ ઉપર ભીંસ વધશે એ સંકેત વર્તાયો પોલીસ દ્વારા આ કેસમાં નીતિન અને રાહુલ પટેલ, શાર્પ શૂટરો શશીકાંત કામ્બલે અને અશરફ શેખની ધરપકડ અને પૂછપરછમાં છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થનું નામ ખુલતા તેની વિરુદ્ધ પણ પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી એટલે, પોતાની ગમે ત્યારે પોલીસ દ્વારા ધરપકડ થશે એવી બીક લાગતા સિદ્ધાર્થ પટેલે અંજાર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે અરજી પાછી ખેંચી લેવાઈ હોવાના અહેવાલ છે સિદ્ધાર્થ વિરુદ્ધ લાગેલી ભારે કલમો ના કારણે તેના માટે જામીન ઉપર છૂટવાનું કામ મુશ્કેલ છે એવુ સૂત્રો કહી રહ્યા છે પરિણામે પોલીસ દ્વારા ગમે ત્યારે સિદ્ધાર્થની ધરપકડ થઈ શકે છે આમ જે રીતે કાયદાનો ગાળીયો સિદ્ધાર્થને ગળે ભીસાઈ રહ્યો છે તે જોતા લાગે છે કે છબીલ પટેલ જાતે જ વિદેશ થી પરત ફરે તેવું ‘દબાણ’ સર્જાઈ રહ્યું છે. છબીલ પટેલની ઉપર રેડ કોર્નર નોટિસ કાઢવાની કાર્યવાહી કરીને તે મસ્ક્ત અથવા તો અમેરિકા જ્યાં હોય ત્યાં થી તેની ધરપકડ કરવાની ગતિવિધિ પણ પોલીસ કરી રહી છે જોકે, મિલકત જપ્તી અને પુત્ર ઉપર કસાઈ રહેલ કાયદાકીય સકંજાને પગલે છબીલ પટેલ જાતે જ વિદેશ થી આવે અને પોલીસ સમક્ષ સરન્ડર કરે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે જેન્તી ભાનુશાલી અને અન્ય મહિલાઓના સંબધો, ફરિયાદ માટે મહિલા તૈયાર થાય તે માટે હની ટ્રેપની થતી વાતોની છબીલ પટેલને સાંકળતી ઓડિયો કલીપમાં ઘણા બધા રહસ્યો ખુલે તેવી શકયતા પોલીસને છે તો, જેન્તી ભાનુશાલીના ભાઈ શંભુભાઈ ભાનુશાલીએ પણ પોલીસને અમુક પુરાવાઓ આપ્યાની ચર્ચા છે.
જેન્તી ભાનુશાલીની મહિલાઓ સાથે ના સંબધો વિશે મનીષા અને છબીલે ઉપયોગ કર્યો, હની ટ્રેપમાં ફસાવી હત્યા કરવાનું પ્લાનિંગ
આ હત્યા કેસમાં વિશાલ નાગનાથ કામ્બલે અને નિખિલ થોરાતે વધુ બે નવા નામ સામે આવ્યા પોલીસે વિશાલ કામબ્લેની ધરપકડ કરી અને તેની પૂછપરછ દરમ્યાન તેણે છબીલ તેમજ શાર્પ શૂટરો શશીકાંત તેમજ અશરફની મુલાકાત નવી મુંબઈ ઇનોરબીટ મોલમાં કરાવીને ૩૦ લાખ માં હત્યાની સોપારી આપી અને ૫ લાખ એડવાન્સ આપ્યા હોવાનુ તપાસ બાદ પોલીસ કહી રહી છે આ સમગ્ર હત્યા કેસ ટીવી ઉપર આવતી ક્રાઇમ સિરિયલ અને બોલીવુડની મર્ડર મિસ્ટ્રી ફિલ્મ જેવો છે, જેમાં ઇલેક્શન પોલિટિક્સ,સેક્સ, બ્લેકમેઇલ, સોપારી અને ચાલુ ટ્રેનમાં હત્યા જેવી ઘટનાઓના તાણાવાણા છે મનીષા અને છબીલના પ્લાનિંગમાં જેન્તી ભાનુશાલીના મહિલાઓ સાથેના સંબધોની નબળી કડી નો સમાવેશ થતો હતો છબીલે રાંચીની એક મહિલાનો હની ટ્રેપમાં ઉપયોગ કરી જેન્તી ભાનુશાલીની ગેમ જમશેદપુર રાંચી વચ્ચે ટ્રેનમાં કરવાનું વિચારી તેના માટે શશીકાંત, અનવર અને ત્રીજો રાજુ કાતરે નામનો સોપારી કિલર પણ ત્યાં પહોંચી ગયા હતા ૧૧ થી ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ દરમ્યાન હત્યા કરવાનું આ આયોજન જેન્તીભાઈ એકાએક દિલ્હીથી અમદાવાદ ચાલ્યા જતા નિષ્ફળ ગયું ભુજમાં એરપોર્ટ રોડ ઉપર જેન્તીભાઈને તેમના બંગલામાં જ પતાવી દેવાનું પણ શક્ય ન લાગતા અંતે સાયજીનગરી ટ્રેનમાં હત્યા કરાઈ પોલીસ થિયરી પ્રમાણે જેન્તી ભાનુશાલીની હત્યા કરવાના પ્લાનિંગ માટે છબીલ પટેલ ૯ નવેમ્બર ૨૦૧૮ ના પહેલીવાર નવી મુંબઈમાં વિશાલ કામ્બલેને મળ્યા ત્યાર થી શરૂ થયું હતું પણ, અહીં ફરી એકવાર મનીષાની ભૂમિકા ખુલી છે જેન્તી ભાનુશાલી સાથે અત્યન્ત નજદીકી સંબંધો ધરાવતી મનીષા ગોસ્વામીનો જેન્તીભાઈ સાથે ભાજપના અન્ય નેતાઓ તેમ જ સરકારી અધિકારીઓ સાથે સંબધો બાંધી તેમને બ્લેકમેઇલ કરી રૂપિયા લેવાના મામલે વાંધો પડ્યાની વાત ચર્ચામાં આવી અને આ ઝઘડો સામસામે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યા બાદ કચ્છના રાજકારણમાં જાણે નલિયા કાંડ-૨ ખુલ્યું. જોકે, જેન્તીભાઈની હત્યાના કારણે આ ઘટના લોહિયાળ બની મનીષા ગોસ્વામી અને તેના નવા પુરુષમિત્ર સુરજીત ભાઉએ જેન્તીભાઈ ની હત્યા કરવા માટે છબીલ પટેલની મુલાકાત વિશાલ કામ્બલે થી કરાવી અને શશીકાંત તેમ જ અશરફને સોપારી અપાઈ જેમ જેમ પોલીસ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ આ કેસમાં હજીયે નવા કડાકા ભડાકા થશે એવું દેખાઈ રહ્યું છે.