ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે આજે સયુંકત ઓપરેશન હાથ ધરીને ગુજરાત અને ભારતના અન્ય રાજ્યમાં ડ્રગ્સ મોકલવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપી પાડ્યું છે કચ્છની જખૌ જળસીમાએથી પોરબંદર તરફ આગળ વધતી એક શંકાસ્પદ બોટને ઝડપવા માટે ગુજરાત એટીએસની ટીમ તેમજ પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ સયુંકત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું, તે દરમ્યાન ડ્રગ્સ માફિયાઓએ ભારતીય સુરક્ષા એજન્સીઓને જોઈને બોટમાં ધડાકો કરી ડ્રગ્સનો જથ્થો ઉડાડી દીધો હતો જોકે, બોટ સુધી પહોંચી ગયેલી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમને બોટ સુધી પહોંચવામાં સફળતા મળી હતી અને બોટમાં રહેલા ૯ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા હતા.
પાકિસ્તાનની નજર ડ્રગ્સ દ્વારા હવે ‘ઉડતા પંજાબ’ને બદલે ‘ઉડતા ગુજરાત’ ઉપર
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની પૂછપરછ દરમ્યાન ઝડપાયેલા ૯ ડ્રગ્સ માફિયાઓ ઇરાની નાગરિકો હોવાનું બહાર આવ્યું છે જ્યારે ૫૦૦ કરોડ રૂપિયાનો મનાતો ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના ‘ગ્વાદર’ બંદરેથી રવાનો કરાયો હોવાનું અને બોટ મારફતે આ જથ્થો ગુજરાત, મુંબઈ સહિત ભારતમાં અન્ય સ્થળોએ મોકલવાનું ષડ્યંત્ર હોવાનું પણ ખુલી રહ્યું છે લાગે છે કે, પાકિસ્તાનની નજર હવે ગુજરાતના યુવાનો ઉપર છે જે રીતે પંજાબની હાલત ડ્રગ્સને કારણે થઈ તેની સૌને ખબર છે, હવે ‘ઉડતા પંજાબ’ જેવી હાલત ગુજરાતની કરીને ‘ઉડતા ગુજરાત’ જેવી કરવાની છે આપણાં દેશની એ કમનસીબી છે કે, યુવાનો ઝડપભેર વ્યસનોની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે. ડ્રગ્સની લત દ્વારા ભારતની યુવા પેઢીને બરબાદ કરવાનું પાકિસ્તાનનું આ ‘પ્રોક્ષી વોર’ છે તેનો જવાબ આપવા આપણી સુરક્ષા એજન્સીઓ સાથે આપણે સૌએ પણ જાગૃત થવું પડશે.