Home Crime રાપર તાલુકાની રામવાવ પોલીસ ચેક પોસ્ટ પરથી સાતલાખના મુદ્દામાલ સાથે ભારતીય બનાવટનો...

રાપર તાલુકાની રામવાવ પોલીસ ચેક પોસ્ટ પરથી સાતલાખના મુદ્દામાલ સાથે ભારતીય બનાવટનો દારૂ નો જથ્થો ઝડપાયો

2365
SHARE
કચ્છ બોર્ડર રેન્જ આઈજી ડી.બી.વાઘેલા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરિક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ આજે રાપર તાલુકાના રામવાવ ગામ નજીક કાયઁરત પોલીસ ચેક પોસ્ટ પરથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ હસ્તેની રખડતા ભટકતા આરોપીઓને શોધવાની સ્કવોર્ડના પીએસઆઇ નિમઁલસિંહ રહેવર અંજાર પોલીસ મથકેના ગુનામા રખડતા આરોપીને પકડીને ડાવરી ખાતે અન્ય એક આરોપીને પકડવા માટે જઈ રહ્યા હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં જોવા મળેલી એક નંબર વગરની મહિન્દ્રા કંપનીની જીપને રોકવાની કોશિશ કરી હતી ત્યારે આરોપીઓએ જીપને ભગાડવાની કોશિશ કરી અને આરોપી જીતુભા વેલુભા રાઠોડ અને સંજય આહિર (ચોબારી) ગાડી મુકી નાસી ગયા હતા પોલીસ દ્વારા ગાડીની તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નં. 121બોટલ નં. 1482 કિંમત રુ. 5.82000/= અને ગાડીની કિંમત રુ. 1.50000/= નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો આ દરોડા સમયે રાપર ઈન્ચાર્જ પીએસઆઈ જે. એચ. ગઢવી,નરેન્દ્રસિંહ જાડેજા વિગેરેએ નાકાબંધી કરી હતી પરંતુ આરોપીઓ નાસી ગયા હતા
રાપર પોલીસ મથકે પીએસઆઇ તરીકે ફરજ બજાવતા નિમઁલસિંહ રહેવર અગાઉ રાપર તાલુકામા સાત વર્ષ સુધી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી અને છેલ્લા દસ માસથી પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે રાપરના અગાઉના પોલીસ ઈન્સ્પેક્ટર આર એલ રાઠોડના માર્ગદર્શન હેઠળ કામગીરી કરનાર અને હાલ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ હેઠળની રખડતા ભટકતા સ્કવોડમા વધારાની ફરજ બજાવતા પીએસઆઇ રહેવર દ્વારા 21 આરોપીઓ ઉપરાંત લાખોના દારૂના જથ્થા ને ઝડપી પાડયો છે તો હાલ રાપર ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે એચ ગઢવી અને સ્ટાફ દ્વારા દારૂની પ્રવૃત્તિ ડામી દેવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે
હાલ ચુંટણી ટાઈમે દારૂ ઝડપાયો છે ત્યારે બુટલેગરો મા ફફડાટ વ્યાપી ગયો છે.