Home Crime ભેંસ ચોરીના મુદ્દે લખપતના માલધારીઓએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની આપેલી ચીમકીથી...

ભેંસ ચોરીના મુદ્દે લખપતના માલધારીઓએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની આપેલી ચીમકીથી ચર્ચા – જાણો શું છે મામલો?

724
SHARE
કચ્છમાં ઘરફોડ ચોરી, સોનાના ચેનની ચિલઝડપ, ઠગાઈના બનાવો આમ પણ ચર્ચામાં છે ત્યાંજ હવે પશુઓની ચોરીના ગુના વધી રહ્યા છે પશુઓની ચોરીના મુદ્દે લખપતના માલધારી સંગઠન દ્વારા પોલીસ અને મામલતદારને અપાયેલી ચીમકી ચર્ચાનું કેન્દ્ર બની છે માલધારી સંગઠને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી લેખિતમાં આપી છે આ સમગ્ર મામલો ચર્ચામાં આવવાનું કારણ છે, લખપત તાલુકાના કાટીયા ગામના પશુપાલક તનેરાજસિંહ મહેશાજી સોઢાની પાંચ ભેંસોની થયેલ ચોરી !!! નારાયણસરોવર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને લખપત તાલુકા માલધારી સંગઠનના પશુપાલકોની ઉપસ્થિતિમાં પશુપાલક તનેરાજસિંહ સોઢાએ આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, તારીખ ૨૩/૪/૧૯ના રોજે તેમની માલિકીની ભેંસો ચરવા ગઈ હતી તે દરમ્યાન ૫ ભેંસોની ચોરી થઈ ગઈ હતી આ અંગે તેમણે પોલીસ ફરિયાદ પણ કરી હતી એટલુંજ નહીં પણ, ભેંસ ચોરી કરનાર ત્રણ શકમંદ શખ્સોના નામો (૧) સીદીક ઈબ્રાહીમ ખોડ ગામ-મીંઢિયારી હાલે ખારઇ, (૨) અબ્દુલ ઉરસ ઠુળીયા ગામ- શેહ, (૩) ભુકેરા મામદ અલ્લારખા, ગામ- ગોધાતડ પોલીસને આપ્યા છે ભેંસ ચોરી કરનારા ત્રણેય શકમંદ શખ્સો દ્વારા બે છોટા હાથી અને બે મોટરસાઈકલનો ઉપયોગ કરાયો હોવાનું પણ જણાવાયું છે માલધારી સંગઠને જણાવ્યું છેકે, પશુઓની ચોરીના ઘણા કિસ્સાઓ લખપત તાલુકામાં બની ચુક્યા છે પણ, પોલીસ પશુચોરો ને ઝડપવામાં નિષ્ફળ છે જો,હવે પશુચોર ટોળકી નહીં ઝડપાય તો લખપત તાલુકા માલધારી સંગઠન ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. સામાન્ય રીતે અછતના કારણે ઘાસ તેમજ પાણીની તકલીફ પડતી હોઈ માલધારીઓ વહીવટીતંત્રનું ધ્યાન ખેંચવા આંદોલનની ચીમકી આપતા હોય છે પણ, પશુચોરીથી તંગ થઈને પહેલી વખત જ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની લખપત માલધારી સંગઠનની ચીમકીએ ચર્ચા જગાવી છે પોલીસ ઉપરાંત દયાપર મામલતદાર અને ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાને પણ માલધારી સંગઠને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપતું આવેદનપત્ર મોકલ્યું છે ત્યારે જોવું હવે એ રહ્યું કે સરહદી વિસ્તાર ઉપર બાજ નજર રાખતી પશ્ચિમ કચ્છ પોલીસની નજરમાંથી પશુચોરો કેટલા સમય સુધી બચી શકે છે?