Home Crime ભુજ દાદર ટ્રેનના ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો – પ્રવાસીને મદદ કરનાર ગાર્ડને...

ભુજ દાદર ટ્રેનના ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો – પ્રવાસીને મદદ કરનાર ગાર્ડને મળી મોતની સજા

1236
SHARE
ભુજ દાદર ટ્રેનના ગાર્ડ પી. ગૌતમની હત્યાનો ભેદ રેલવે પોલીસે ગણતરીના કલકોમાં ઉકેલી લીધો છે ગત રાત્રે ભચાઉ સ્ટેશને અનુજ કુશવાહા નામનો યુવાન ઝડપાયા બાદ રેલવે પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે ગાર્ડને ધક્કો માર્યો હોવાનું કબુલીને બનેલી ઘટના અંગે જણાવ્યું હતું ભુજથી ગાંધીધામ પહોંચ્યા બાદ ગાંધીધામથી રાત્રે ૮ વાગ્યે ભચાઉ થઈ મુંબઈ તરફ રવાના થયેલી ટ્રેન પકડવા માટે એક પ્રવાસી દોડી રહ્યો હતો, ટ્રેન ચાલુ થઈ ગઈ હોઈ ગાર્ડ પી. ગૌતમે તે પ્રવાસીને મદદ કરવાના હેતુથી હાથ પકડીને પોતાના ગાર્ડના ડબ્બામાં બેસાડ્યો હતો આગળના સ્ટેશને ભચાઉથી આ પ્રવાસીને ટ્રેનના અન્ય ડબ્બામાં મોકલી આપવાના હેતુ સાથે ગાર્ડ પી. ગૌતમે તે અજાણ્યા પ્રવાસીને પોતાની સાથે બેસાડ્યો તો ખરો પણ ગાર્ડને ક્યાં ખબર હતી કે પોતે આગળના સ્ટેશને નહીં પહોંચી શકે અને ટ્રેનની પોતાની આ યાત્રા જિંદગીની અંતિમ યાત્રા બની જશે એ પ્રવાસી પાસે ગાર્ડે ટિકિટ માંગતા ટિકિટ ન હોવાનું પ્રવાસીએ કહેતાં ગાર્ડે તે પ્રવાસીને ઠપકો આપતા ઉશ્કેરાયેલા યુવાને ગાર્ડ પી. ગૌતમ સાથે ઝપાઝપી કરી તેને ટ્રેનમાંથી ધક્કો મારતાં દોડતી ટ્રેનમાંથી રેલવે ટ્રેક ઉપર વેગથી પડતાં માથામાં ઇજા થવાથી ગાર્ડ પી. ગૌતમનું મોત નીપજ્યું હતું ગાર્ડને ચાલતી ટ્રેને ધક્કો માર્યા બાદ અનુજ કુશવાહા ડરી ગયો હતો અને ગાર્ડના ડબ્બામાં જાતે પુરાઈ ગયો હતો દરમ્યાન ભીમાસર અને ચીરઇ રેલવે સ્ટેશને ગાર્ડ દ્વારા સિગ્નલ નહીં મળતા ટ્રેનના એન્જીન ડ્રાઇવરે ગાંધીધામ રેલવે સ્ટેશને જાણ કરી હતી જેને પગલે રેલવે પોલીસને સાબદી કરીને ટ્રેનને ભચાઉ રેલવે સ્ટેશને રોકીને ગાર્ડના ડબ્બાની તલાશી લેવા પોલીસ પહોંચી ત્યારે તેમણે ગાર્ડનો ડબ્બો અંદરથી બંધ જોતા તે ડબ્બો ખોલવા પ્રયાસ હાથ ધર્યો હતો પણ, તે દરમ્યાન ગાર્ડના ડબ્બાની બારીમાંથી નીકળીને એક યુવાન ડબ્બા ઉપર ચડી ગયો હતો, તેને ઉતારવા જતા તેણે રેલવે પોલીસના કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચાડી હતી જોકે, તે સમયે ટ્રેનના પ્રવાસીઓએ તે યુવાનને ડબ્બા ઉપરથી ઉતારીને ફટકાર્યો હતો પછી રેલવે પોલીસે તેની પૂછપરછ કરીને ગાર્ડ અંગે માહિતી મેળવવા પ્રયાસ હાથ ધર્યો ત્યારે ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી પોતાનું નામ અનુજ કુશવાહા જણાવતા અને ગાંધીધામના લાકડાના બેનસોમાં કામ કરતા આ યુવાને પોતે ગાર્ડ પી.ગૌતમને ચાલુ ટ્રેને ધક્કો માર્યો હોવાનું જણાવતા પોલીસે આ યુવાનની કેફીયતના આધારે તપાસ કરી ગાર્ડનો મૃતદેહ રેલવે ટ્રેક ઉપરથી શોધી કાઢ્યો હતો પોતે વગર ટિકિટે મુસાફરી કરતો હોય ગાર્ડ પી.ગૌતમે આપેલા ઠપકાને પગલે ઉશ્કેરાઇ ગાર્ડને ટ્રેનમાંથી ધક્કો માર્યો હોવાની કબૂલાત કરી હતી રેલવે પોલીસે આ યુવાનની કેફીયતને આધારે તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.