Home Crime પાકિસ્તાને તેની સમગ્ર મરીન બટાલિયન ક્રીક એરિયામાં ગોઠવી, જાણો કેવી રીતે થઈ...

પાકિસ્તાને તેની સમગ્ર મરીન બટાલિયન ક્રીક એરિયામાં ગોઠવી, જાણો કેવી રીતે થઈ રહી છે કચ્છની બોર્ડર ઉપર નાપાક તૈયારીઓ?

1618
SHARE
ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ભુજ
કચ્છની આંતરરાષ્ટ્રીય રણ તથા દરીયાઇ સીમા ઉપર પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી હરકતો વધી રહી છે તેવામાં હવે પાડોશી દેશ દ્વારા તેની સમગ્ર પાક મરીન વિંગને ક્રીક એરિયામાં તૈનાત કરી દેવામાં આવી છે. મોદી સરકારે સંપુર્ણ બહુમતી સાથે ફરી એકવાર દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી અને જમ્મુ-કાશ્મીરમાં નવા સીમાંકનની ચર્ચા વચ્ચે પાક.ની આ પ્રકારની તૈયારીને સુરક્ષાના જાણકારો અતિ ગંભીર માની રહયા છે. કારણ કે પાકિસ્તાન દ્વારા માત્ર મરીન વિંગ તૈનાત કરવામા આવી છે એટલું જ નહીં પરંતું કચ્છનાં સર ક્રીકને અડીને આવેલા વિસ્તારમાં બે નવી આધુનિક પોસ્ટ ઊભી કરવામા આવી છે તથા માળખાકીય સુવિધાઓ ઉપરાંત ખાસ પ્રકારનાં સાધનો પણ ગોઠવવામાં આવી રહ્યાં છે
સીમાપારથી મળી રહેલા અહેવાલ પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાને તેની સમગ્ર મરીન વિંગને જુદાજુદા સ્થળેથી ખસેડીને કચ્છને અડીને આવેલા ક્રીક એરિયામાં તૈનાત કરી દીધી છે. માત્ર એટલું જ નહીં પરંતું સરક્રીક પાસે આવેલા વિસ્તારમાં બે નવી પોસ્ટ પણ ઊભી કરી દીધી છે. એક બટાલિયનને સર ક્રીકમાં, જળ અને જમીન ઉપર રહીને કાર્યવાહી કરી શકે તેવી એક બટાલિયનને કરાંચીમાં તથા 31મી ક્રીક બટાલિયનને સરક્રીક પાસે આવેલા સુજાવલમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા કચ્છ સરહદે કરવામા આવી રહેલી મુવમેન્ટ ઉપર ભારત દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
કચ્છનાં દરિયાઇ વિસ્તારમાથી થોડા સમય પહેલા ઝડપાયેલા ડ્રગ્સનાં જથ્થા ઉપરાંત ઘુસણખોરીની ઘટના લગાતાર બની રહેલી ઘટનાઓ પછી ભારતીય સુરક્ષા દળોની નિયમિત કરતા વધુ ચોકસાઈ વધતા પાક દ્વારા પણ આ પ્રકારની ગતિવિધિ કરવામાં આવી રહી હોવાનુ સૂત્રોએ ઉમેર્યું હતુ.