Home Crime કચ્છમાં ભચાઉ નગર પાલિકામાં ફાયરીંગ..? જાણો કચ્છનાં કયા ધારાસભ્યનાં પુત્ર સામે થયો...

કચ્છમાં ભચાઉ નગર પાલિકામાં ફાયરીંગ..? જાણો કચ્છનાં કયા ધારાસભ્યનાં પુત્ર સામે થયો ગોળીબારનો આક્ષેપ

678
SHARE
ન્યૂઝ4કચ્છ. ગાંધીધામ
પુર્વ કચ્છમાં આવેલી ભચાઉ નગર પાલિકામાં શનિવારે ફાયરીંગ થયાની વાત વહેતી થતા પોલીસ દોડતી થઇ હતી ભચાઉ શહેરમાં દબાણ દુર કરવાની ઘટના બાદ કેટલાક લોકો રજુઆત કરવા આવ્યા હતા તે દરમિયાન અચાનક મારામારી તથા હુમલા પછી ફાયરીંગ થયુ હતુ છેલ્લા પંદર દિવસ દરમિયાન ભચાઉમાં બે વખત અને કચ્છમાં બનેલી ગોળીબારની આ સતત ત્રીજી ઘટના છે શનિવારે બનેલી ભચાઉની આ ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ થયા હતા હુમલા અને ફાયરીંગની ઘટના પછી ભચાઉમાં અજંપાભરી સ્થિતી જોવા મળી હતી ઘટનામાં ઘાયલ એક વ્યક્તિએ મૂળ ભચાઉનાં એવા કચ્છની માંડવી વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના સૌથી મોટા પુત્ર કુલદીપસિંહ જાડેજા ઉર્ફે રાજા દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા કચ્છનાં રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો હતો
ભચાઉ નગર પાલિકામાં શનિવારે અચાનક મારામારી અને હુમલાની ઘટના બનતા ભચાઉ શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હોય તેવા વિડિઓ સોસીયલ મીડિયામાં ફરતાં થઇ ગયા હતા જેમાં એક ઘાયલ વ્યક્તિએ એવો આક્ષેપ કર્યો હતો કે, મૂળ ભચાઉનાં એવા કચ્છનાં માંડવી વિધાનસભા ક્ષેત્રનાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના સૌથી મોટા પુત્ર અને હાલમાં ભચાઉ નગર પાલિકાના પ્રમુખ તરીકે કાર્યરત કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે રાજાનાં માણસોએ તેમની ઉપર હુમલો કર્યો હતો તેઓ નગર પાલિકામાં રજુઆત કરવા ગયા હતા ત્યારે રાજાએ ફાયરીંગ પણ કર્યું હતુ જેમા એક વ્યક્તિને ઇજા પણ થઇ હતી જો નગર પાલિકાનાં પ્રમુખ જ આ રીતે લોકો ઉપર હુમલો કરતા હોય ત્યારે ક્યા જાવું એવું પણ ઘાયલ વ્યક્તિ વીડિયોમાં બોલતી નજરે પડી હતી
જો કે ફાયરીંગનાં આક્ષેપને ફગાવતા નગર પાલિકાનાં પ્રમુખ એવા ધારાસભ્ય પુત્ર કુલદીપસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આક્ષેપ કરનાર વ્યક્તિનું ભચાઉમાં દબાણ હતુ જેને પાલિકા દ્વારા દુર કરાવામાં આવ્યું હતુ આ ઉપરાંત તે વ્યક્તિ સામે ભૂતકાળમાં પણ ફરિયાદો થઈ હોવાનુ ભચાઉ નગર પાલિકાનાં પ્રમુખ જાડેજાએ ઉમેર્યું હતુ
બીજી તરફ ફાયરીંગની આ ઘટના અંગે પુર્વ કચ્છ પોલીસનાં એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતુ કે, ફરિયાદી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યુ છે તેમાં તેણે ગોળીબાર થયાની વાત કરી છે પોલીસને હજુ સુધી કોઈ આધાર પુરાવા નથી મળ્યા તેમ એસપી રાઠોડે ઉમેર્યું હતુ
ઉલ્લેખનીય છે કે, ભચાઉમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન ફાયરીંગની આ બીજી ઘટના છે પહેલીવાર ફાયરીંગની ઘટના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઓફીસ પાસે આવેલા ભચાઉનાં મહારાણા પ્રતાપ ગેટ પાસે બની હતી જેમાં સાત વ્યક્તિ સામે પોલીસે ફરીયાદ નોંધી હતી અને અત્યાર સુધી પોલીસ તેમા માત્ર એક વ્યક્તિને પકડી ચૂકી છે ફાયરીંગની આ પ્રથમ ઘટના પછી પુર્વ કચ્છનાં એસપી ઉપરાંત બોર્ડર રેંજનાં આઇજી પણ ભચાઉ દોડી ગયા હતા જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે તેમ છતા બીજીવાર ભચાઉમા જ બનેલી ફાયરીંગની ઘટનાએ પોલીસનાં મહત્વ અને કાયદો વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કર્યા હોવાનુ જાણકારો માની રહ્યાં છે.