Home Crime શેર બજારમાં વધુ વળતરની લાલચ આપનાર મણી ગ્રુપના ભરત બગ્ગાને ૧ કરોડની...

શેર બજારમાં વધુ વળતરની લાલચ આપનાર મણી ગ્રુપના ભરત બગ્ગાને ૧ કરોડની વસુલાત માટે બંદૂકની અણીએ ધમકી – જાણો કોણે આપી ધમકી?

2223
SHARE
શેર બજાર મારફતે લોકોને થોડા સમયમાં આકર્ષક વળતર આપવાની ઓફર સાથે ભુજમાં ચર્ચા જગાવનાર ભરત બગ્ગા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે આ વખતે ભરત બગ્ગા ચર્ચામાં છે, તેનુ કારણ છે, તેમનું અપહરણ કરીને બંદૂકની અણીએ અપાયેલી ધમકી!!

ભુજમાં ધડબડાટી સર્જનાર યુવા ટોળકીએ પાટીદાર રોકાણકારોને ઈશારે ભરત બગ્ગાનું અપહરણ કરી બંદૂકની અણીએ ધમકી આપી

ભુજ બી ડિવિઝન પોલીસમાં ભરત રામદાસ સોની (બગ્ગા)એ ફરિયાદ લખાવી છે જેમાં તેણે માંડવીના નાગલપર ગામના શાંતિલાલ કલ્યાણજી છાબરીયા અને લાલજી પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી છે કે, તેમણે ૧ કરોડ ૧૭ લાખ રૂપિયા શેરબજારમાં રોકેલા તે પાછા મેળવવા માટે ભુજના મુજાહિદ અલીમામદ હિંગોરજા, મોહસીન અલીમામદ હિંગોરજા, માંડવીના આસિફ સુમરા તેમને ધાકધમકી કરી, અપહરણ કરી બંદૂકની અણીએ ધમકી આપવામાં આવી હોવાનું જણાવ્યું છે. હમણાં હમીદ ભટ્ટી જૂથ સાથે ચાલતા ઝઘડા અને ફાયરિંગ, મારામારીના કારણે ચર્ચામાં રહેલા મુંજાહિદ અને મોહસીન હિંગોરજાએ ભરત બગ્ગાને ઘેર ભુજના શિવકૃપાનગરમાં, ભીડ નાકે અને સુરલભીટ રોડ ઉપર ધાકધમકી કરી હતી અને રૂપિયા ૮૦ હજાર પડાવી લીધા હતા, તેમજ ૧૫ લાખનો ચેક લખાવ્યો હતો,પણ તે રિટર્ન થયો હતો, ભરત બગ્ગા પાસે ૫૦ લાખના ચાર ચેક (કુલ ૨ કરોડ રૂપિયા) પણ લખાવી લેવાયા હતા આ બનાવ ૧૬ જૂને બન્યો હોવાનું અને મુજાહિદ અલીમામદ હિંગોરજા અને મોહસીન અલીમામદ હિંગોરજાએ પોતાને
બંદૂકની અણીએ ઉડાડી દેવાની ધમકી પણ આપી હોવાનું ભરત બગ્ગાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે ભુજ બી ડિવિઝન પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

એક સમયે લાખોના દાન આપનાર ભરત બગ્ગાએ શેર બજારના ટ્રેડિંગ દ્વારા મોટા વ્યાજની લાલચે રૂપિયા એકઠા કર્યા અને

ભુજમાં એક સમયે નવરાત્રિ મંડળો સહિત ભવ્ય ઝાકઝમાળ વાળા કાર્યક્રમોમાં લાખોનું દાન આપીને ભરત બગ્ગા ચર્ચામાં રહયા ત્યારબાદ મણી ગ્રુપ બનાવી તેના મારફતે પોતે શેર બજારમાં ટ્રેડીંગ કરીને તેમાંથી મોટો નફો રોકાણકારોને આપશે એવી મોટા પાયે જાહેરાત કરીને ભરત બગ્ગાએ લાખો રૂપિયા એકઠા કર્યા હતા જોકે, અત્યારે જે ફરિયાદ થઈ છે તેમાં દર્શાવેલી એક જ વ્યક્તિની એક કરોડ રૂપિયાની રકમ સલવાઈ છે, એ જોતાં ભરત બગ્ગાએ એકઠા કરેલા રૂપિયાનો આંક કરોડની બહાર પહોંચે એવું જાણકારો કહે છે શેર બજારમાં થોડા સમયમાં ઝડપથી પૈસા બનાવી લેવાની લાલચે ભરત બગ્ગાના મણી ગ્રુપમાં રૂપિયા રોકનારા અનેક જણા અત્યારે પરેશાન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.