Home Crime ભુજના રમેશ લાઈટ ડેકોરેશનવાળા રમેશ ભાનુશાલીને તંગ કરનાર વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ફરિયાદ...

ભુજના રમેશ લાઈટ ડેકોરેશનવાળા રમેશ ભાનુશાલીને તંગ કરનાર વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરતાં વ્યાજખોરોમાં ફફડાટ

3477
SHARE
ભુજમાં ડીએસપી સૌરભ તોલંબિયાએ યોજેલા લોકદરબારની ઈમ્પેકટ દેખાઈ રહી છે વ્યાજખોરો અને લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરનારા ચીટરો, ખંડણીખોરોની વિરુદ્ધ ધીરે ધીરે પોલીસ ફરિયાદો દાખલ થઈ રહી છે ડીએસપી તોલંબિયાએ ભુજ બી ડિવિઝનના પીએસઆઇને સસ્પેન્ડ કરીને પોલીસ ખાતામાં પણ ફફડાટ સર્જ્યો છે કે હવે ગુનેગારોને છાવરનારાઓની ખેર નથી આથી પહેલા આઈજી ડી.બી. વાઘેલાએ માંડવીના પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યો હતો બન્ને પોલીસ કર્મીઓની આરોપીઓને છાવરવાની સજા મળી તો, ભુજના ભરત બગ્ગા અને માંડવીના શાંતિલાલ છાભડીયા સામે ઠગાઈની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે હવે વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરવાનું શરૂ કર્યું છે.
પોલીસના લોકદરબારમાં ભુજના રમેશ લાઈટ ડેકોરેશન વાળા રમેશ ભાનુશાલીએ વ્યાજખોરોની ધાકધમકીથી કંટાળીને સપરિવાર આત્મહત્યાની વાત કરી પોતાની વેદના ઠાલવી હતી રમેશ ભાનુશાલીએ રજૂ કરેલી વેદનામાં વ્યાજખોરોથી પરેશાન અન્ય નાગરિકોના અવાજનો પડઘો હતો ચામડા ચીરી નાખે તેવું વ્યાજ વસુલનાર વ્યાજખોરો મુદ્દલ ચૂકવાઈ જાય પછી પણ લેણું વસુલ કર્યા કરે છે અપશબ્દો, મારામારી અને કોર્ટમાં ચેક રિટર્નના કેસ કરીને વ્યાજે પૈસા લેનારાઓને માનસિક અને શારીરિક બન્ને રીતે ત્રાસ આપીને પરેશાન કરે છે આવા અનેક નાગરિકોની ફરિયાદ બાદ ભોગગ્રસ્તોને ન્યાય મળે તથા આર્થિક ગુનાખોરી આચરી ગુંડાગીરી કરતા તત્વોમાં કાયદાનો ડર પેદા થાય તે અંતર્ગત ડીએસપી સૌરભ તોલંબિયાએ આ કિસ્સાની તપાસ હાથ ધરી હતી વ્યાજખોરોનો ભોગ બનેલા ફરીયાદી રમેશભાઇ વેલજીભાઇ ભાનુશાલી, રહે.આર.ટી.ઓ. રીલોકેશન સાઇડ, ૧૧૭ યોગેશ્વર ધામ, ભુજ કચ્છની ફરીયાદ લઈને વ્યાજખોરો વિરુદ્ધ કાયદાનો દંડો પછાડ્યો હતો પોલીસે વ્યાજે રૂપિયા આપનારા આરોપીઓ (૧)પાર્થ સાધુ, શ્રી રામ એન્ટરપ્રાઇઝ ગંગાનાકા બહાર, અંજાર તેમજ (ર) રાજુ મારાજ, રહે.નવી કોર્ટ ઓફીસની સામે અંજાર વાળાઓ સામે ફરિયાદ દાખલ કરી છે બન્ને વ્યાજખોરો પાર્થ સાધુ અને રાજુ મારાજે ફરીયાદી રમેશ ભાનુશાલીના પુત્ર હિમાંશુને રૂા.૨,૬૦,૦૦૦/- વ્યાજે આપ્યા હતા. તેની સામે હિમાંશુ રમેશ ભાનુશાલીએ ગેરેંટીના ચેક તેમજ રૂા.૧,૭૪,૦૦૦/- ભરપાઇ કરેલ હતા તેમ છતા આરોપીઓએ વ્યાજ પેટે રૂા.૫,૮૦,૦૦૦/- ની અવાર નવાર ઉધરાણી કરી ફરીયાદી રમેશ ભાનુશાલી તથા તેમના પુત્ર હિમાંશુને વ્યાજે આપેલ રૂા.૨,૬૦,૦૦૦/- પૈકી ફરીયાદીના પુત્ર પાસેથી રોકડા રૂા.૮૦,૦૦૦/- તેમજ ગેરંટી પેટે આપેલ ત્રણ કોરા ચેક તથા સ્ટેમ્પ પેપર સહી કરાવી આરોપીઓએ રૂા.૧,૪૦,૦૦૦/- ચડત વ્યાજ સહીત રૂા.૩,૧૦,૦૦૦/- ની અવાર નવાર માંગણી કરી વ્યાજના નાણા કઢાવવા સારૂ ફરીયાદીને તથા તેના પુત્રને રૂબરૂમાં તેમજ ફોન ઉપર અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આમ ગેરકાયદેસર રીતે નાણા ધીરધારનો ધંધો કરતા બંન્ને વ્યાજખોરો પાર્થ સાધુ અને રાજુ મારાજ વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ-૫૦૪,૫૦૭ તથા નાણા ધીરધાર અધિનિયમ- ૨૦૧૧ ની કલમ- ૩૩(૩) તથા ૪૨(અ) મુજબ કાયદેસરની ફરીયાદ દાખલ કરાઈ છે પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કરાયેલી કાર્યવાહીએ વ્યાજખોરોમાં ફફડાટ સર્જ્યો છે. કચ્છમાં ૧૦℅ વ્યાજ સાથે રોજ રોજ હપ્તા વસુલવા કરવાની વ્યાજખોરોની પદ્ધતિ વિશે અવારનવાર ચર્ચાઓ થતી રહી છે પણ હવે આ વ્યવહાર દુષણ બની ગયો છે ત્યારે પોલીસ પોતાની આવી કાર્યવાહી ચાલુ રાખી લોકોનો વિશ્વાસ જાળવી રાખે તે જરૂરી છે કારણકે, આવા તત્વો સાથે અમુક પોલીસ કર્મીઓની સાંઠગાંઠ પણ હોઈ લોકો ફરિયાદ કરતા ડરે છે અને ફરિયાદ થાય તો ઘણીવાર કાર્યવાહી પણ થતી નથી.