Home Crime અંજારમાં બે સ્થળોએ સિક્યુરિટી ગાર્ડની હત્યા : લાશ સ્વીકારવાનો રબારી સમાજનો ઇનકાર

અંજારમાં બે સ્થળોએ સિક્યુરિટી ગાર્ડની હત્યા : લાશ સ્વીકારવાનો રબારી સમાજનો ઇનકાર

8619
SHARE
કચ્છમાં ચોરીના બે બનાવો દરમ્યાન તસ્કરો દ્વારા ડબલ મર્ડરની ઘટનાએ ચકચાર સર્જી છે. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસને પડકાર ફેંકતા આ બેવડી હત્યાનો બનાવ અંજારમાં બન્યો છે. અંજાર વરસાણા રોડ ઉપર આવેલી કચ્છ કેમિકલ કંપનીમાં ગત રાત્રે ચોરીના ઇરાદે ત્રાટકેલા તસ્કરોએ તેમને પડકારનાર કંપનીના સિક્યુરિટી ગાર્ડ રામભાઈ કરસનની છરી વડે કરપીણ હત્યા કરી નાખી હતી જોકે, કચ્છ કેમિકલ કંપનીમાંથી કોઈ ચીજવસ્તુની ચોરી થઈ નથી આ અંગે સિક્યુરિટી કંપનીના દુઃખહરણ યાદવે પોલીસ ફરિયાદ લખાવી છે ચોરી સમયે તસ્કરો દ્વારા હત્યાનો બીજો બનાવ અંજાર જીઆઈડીસી પાસે આવેલી ગોલ્ડન સેન્ડ સોસાયટીમાં બંગલા નંબર ૮૦ માં ત્રાટકેલા તસ્કરોએ તેમને અટકાવનાર સિક્યુરિટી ગાર્ડ ખોડાભાઈ લાખા રબારીની છરી વડે ઘાતકી હત્યા કરી નાખી હતી અહીં આ બંગલો નવો બની રહ્યો હોય તસ્કરો નળ પાઇપ જેવો સેનેટરીવેરનો ૧૦ હજારનો સામાન ચોરી ગયા હતા આ અંગે પુષ્કર બાબુભાઇ પટેલે પોલીસ ફરિયાદ કરી છે ચોરીના અને હત્યાના આ બન્ને બનાવો રાત્રે ૧૦ થી ૧૧/૩૦ વચ્ચે બન્યા હતા અંદાજીત પાંચ થી છ શખ્સોની ગેંગે આ કૃત્ય આચર્યું હોવાની શંકા પોલીસને છે ગુનેગારોના સગડ મેળવવા અંજાર પોલીસે દોડધામ શરૂ કરી દીધી છે.

તસ્કરો બાઇક ભૂલી ગયા : લાશ સ્વીકારવાનો રબારી સમાજનો ઇનકાર

અંજાર હત્યાના બનાવમાં મૃતક યુવાન ખોડાભાઈ લાખાભાઈ રબારી (ઉ.૪૩) ની લાશ હોસ્પિટલમાં પીએમ બાદ સ્વીકારવા માટે રબારી સમાજે ઇનકાર કર્યો તસ્કરો પોતાનું બાઇક છોડીને નાસી છૂટ્યા હોઈ પોલીસે બાઇક નંબર GJ-12 AJ 948 કબ્જે લઈને તપાસ હાથ ધરી છે હત્યાના બીજા બનાવમાં મૂળ એમપીના સાગર જિલ્લાના રામકૃષ્ણા ગૌડ ઠાકુરે (ઉ.૩૮) પોતાનો જીવ ગુમાવતા ખાનગી સિક્યુરિટી કંપનીના કર્મચારીઓમાં પણ ચિતાનું મોજું છવાયું છે અંજાર પોલીસના પીઆઇ બી.આર. પરમાર અને પીએસઆઇ વી.જી. લાંબરીયા ડબલ મર્ડર કેસની તપાસ ચલાવી રહ્યા છે.