મુન્દ્રા ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ. ઝાલા અને પોલીસ સ્ટાફે બારોઇ રોડ ઉપર શ્રીજી નગરમાં દરોડો પાડીને મકાન માલિક ગૌતમ ચુનીલાલ રાજગોર સહિત ૧૨ ની ધરપકડ કરી હતી દરોડા દરમ્યાન ૭ મહિલાઓ પણ જુગાર રમતા ઝડપાઇ ગઈ હતી પોલીસે ગૌતમ ચુનીલાલ રાજગોર, કિરણ ચુનીલાલ રાજગોર, ઝવેરબેન ચુનીલાલ રાજગોર, રીટાબેન ગૌતમ રાજગોર એ ચારેય શ્રીજી નગર, બારોઇ રોડ ઉપરાંત મીનાબા ઉર્ફે માલતીબા જીતેન્દ્રસિંહ સોઢા (રિદ્ધિ પાર્ક, મુન્દ્રા), માલશ્રીબેન રામભાઈ ગઢવી (રહે.ઘનશ્યામપાર્ક મુન્દ્રા), શીતલબેન અરવિંદ ગોર (રહે. આરતી હોસ્પિટલ પાસે, મુન્દ્રા), પૂજાબેન અનિલ ગોર (રહે. મસ્કા વાડી વિસ્તાર, માંડવી), ઉષાબેન ઉમરશી ગાલા (રહે. રતાડીયા, ગણેશવાળા, મુન્દ્રા), ઘનશ્યામસિંહ મમુજી ચૌહાણ (રહે. લુણી, મુન્દ્રા) ની રૂ. ૫૧ હજારની રોકડ, ૯ મોબાઈલ ફોન કિ. ૨૨,૦૦૦ અને બે જોડી પત્તા કુલ રૂ. ૭૩,૧૫૦/ ના મુદ્દામાલ સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુન્દ્રામાં રહેણાંક વિસ્તારમાં જુગાર ઝડપાતા આ બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.